પડધરીના તાલુકાના નાના ખીજડીયામાં ગામ ખાતે રાત્રી સભા યોજાઈ - At This Time

પડધરીના તાલુકાના નાના ખીજડીયામાં ગામ ખાતે રાત્રી સભા યોજાઈ


ગ્રામીણ પ્રજાના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે સરકારશ્રી દ્વારા સ્થાનિક સ્તરે રાત્રિ સભાના આયોજન કરવામાં આવે છે. ગઈકાલ રાત્રે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી. જેમાં કોઝવે, તળાવ ઊંડું કરવા, આંગણવાડી કંપાઉન્ડવોલ, આવાગમન માટે જાહેર પરિવહનની વ્યવસ્થા, પાકા રસ્તાના કામો જેવા વિવિધ પ્રશ્નો વિષે ચર્ચા કરાઈ હતી તેમજ બી.પી.એલ.કાર્ડ માટે નવા નામોની યાદી અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. રાત્રી સભામાં મહત્તમ પ્રશ્નોનો ઉકેલ સ્થળ પર જ લાવવામાં આવ્યો હતો. આ સભામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી પડધરી એસ. કે. માનત, વિસ્તરણ અધિકારી પડધરી હંસા રામાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આઇ. સી. ડી. એસ. અધિકારી, એ.ટી.ડી.ઓ પડધરી ઉર્વીબેન, પશુ ડોકટર પડધરી, હેલ્થ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર- નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon