કેશોદ સિવીલ હોસ્પિટલમાં પિતા પુત્રના પીએમથી પરિવારજનોમાં કલ્પાંત - At This Time

કેશોદ સિવીલ હોસ્પિટલમાં પિતા પુત્રના પીએમથી પરિવારજનોમાં કલ્પાંત


માળીયા હાટીનાના જુથળ પાટીયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં પિતા પુત્રના મોત

કેશોદ વેરાવળ વચ્ચે પાણીધ્રાના પાટીયા આગળ રામવાવ પાટીયું જુથળ ચોકડી પાસે બાઈટ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક સવાર બે લોકો ગંભીર રીતે થયા ઘાયલ જે હોસ્પીટલમાં પહોચતા ડોકટર દ્વારા મ્રૂત જાહેર કરવામાં આવ્યા ઘાયલોને 108 દ્વારા માળીયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે કેશોદ રીફર કરાયાં હતાં

બનાવની ઘટનાની જાણવા મળેલ માહીતી મુજબ ડબલ સવારી બાઈક જુથળ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ કેશોદ તરફથી પુરપાટ ઝડપે આવતાં ટ્રકે હડફેટે લેતા બાઇકમાં ડબલ સવારી પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જે‌ બન્નેનાં મોત થયા હતા મૃતક પિતા પુત્રની લાશને કેશોદની સિવિલ હોસ્પિટલે પીએમ માટે મોકલવામાં આવેલ જે ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનોને સંબંધીઓ કેશોદની સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા કરૂણ ઘટનાની પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો બનાવની
આગળની તપાસ માળીયા હાટીના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહીછે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બાઈક સવાર માંગરોળ તાલુકાના શેખપુર ગામના હસન ઉમર ઠેબર ઉ. વ. ૩૨
નોમાઝ હસન ઠેબર ઉ. વ. ૧૦ પિતા પુત્રના મોત હતા જે બનાવથી પરિવારજનોમાં કલ્પાંત છવાયોછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.