હિંમતનગરસરકારી પોલીટેકનીક ખાતે ચારે બેઠકોની મતગણતરી ૮ ડિસેમ્બરે સવારે ૮ વાગ્યે હાથ ધરાશે. પૂર્વ તૈયારીનુંનિરીક્ષણ કરતા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા - At This Time

હિંમતનગરસરકારી પોલીટેકનીક ખાતે ચારે બેઠકોની મતગણતરી ૮ ડિસેમ્બરે સવારે ૮ વાગ્યે હાથ ધરાશે. પૂર્વ તૈયારીનુંનિરીક્ષણ કરતા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા


બી.એસ.એફના જવાનો દ્વારા સ્ટ્રોંગરૂમની દિવસ-રાત હથિયાર સાથે સુરક્ષા કરી રહ્યા છે.

 સરકારી પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાનાર છે તેની આજે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્વારા મુલાકાત લઈને નિરીક્ષણ કરી સુરક્ષા અને મતગણતરી માટે ઉભી કરાયેલી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દિવસમાં બે વાર સ્થળની મુલાકાત લેવાની હોય છે અને ચાંપતી નજર રાખવાની હોય છે જે સંદર્ભે રૂબરૂ મુલાકાત અને નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી કરી રહ્યા છે અને જે કંઈ જરૂરી સુચના જણાય તો સંબંધીતને આપતા રહે છે. આર.ઓઅને ઓબર્ઝવર પણ આ સ્થળની નિગરાની રાખી રહ્યા છે. આમ સમગ્રતયા કડક નિગરાની અને મોનીટરિંગ કરી રહ્યા છે.

 રાજકીય પક્ષોને પણ બહાર મંડપ બાંધીને તેઓ પણ ૨૪ કલાક સી.સી.ટી.વી ફૂટેજ જોઈ શકે તેવી  બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ મત ગણતરી પૂર્ણ  ન થાય ત્યાં સુધી સઘન અને સતત દેખરેખ અને મુલાકાત વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવશે અને પ્રવેશ પાસ વિના કોઇને અંદર જવા પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. અધિકૃત કરેલ વ્યક્તિઓ જ અંદર પ્રવેશ કરી શકશે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.