દેશી તમંચા સાથે એક વ્યકતિને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ldpt6nlhokxb5dke/" left="-10"]

દેશી તમંચા સાથે એક વ્યકતિને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.


અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની, ટીમના પો.સ.ઈ. પી.બી.ચૌધરી તથા એમ.એન. જાડેજા અને એ.એસ.આઇ. ઇદરીશખાન સામતખાન અને પો.કોન્સ. મયુરધ્વજસિંહ ભગીરથસિંહ દ્રારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી મોહમંદહુસેન ઉર્ફે લાલા S/O અલીખાન પઠાણ, ઉ.વ.૨૮, રહે. મ.નં ૪, છીપાનગર ટેકરો, મોટી દરગાહની પાસે, સરખેજ રોજાની સામે, મકરબા રોડ, સરખેજ, અમદાવાદ શહેરને સરખેજ રોઝા પાસેથી ઝડપી લીધેલ છે,

આરોપી પાસેથી ગે.કા.દેશી તમંચો નંગ-૧ કિ. રૂ. ૩,૦૦૦/- મળી આવતાં, આરોપી વિરુધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧ ૧૨૨૦૧૫૬/ ૨૦૨૨, ધી આર્મ્સ એકટ ૨૫ (૧-બી)એ, જી. પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]