લાઠી આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશ્યલ ઈમ્યુનાઇઝેશન વિક નું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3acuxwr2mwde8h0i/" left="-10"]

લાઠી આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશ્યલ ઈમ્યુનાઇઝેશન વિક નું આયોજન


લાઠી આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશ્યલ ઈમ્યુનાઇઝેશન વિક નું આયોજન

તાજેતરમા ઓરી , ડિપ્થેરીયાના સંભવિત કેસો અને લેબોરેટરી કન્ફર્મ આઉટબ્રેક નોંધાતા બાળકોમા સંપુર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ લાઠી દ્વારા સ્પેશ્યલ ઇમ્યુનાઇઝેશન વિક નું આયોજન કરવા માં આવેલ છે. જેમાં રૂટિન રસિકરણ કાર્યક્રમ દરમિયાન કોઈ પણ કારણોસર રસી ન લીધેલ નવજાત શિશુ થી લઇ ૫ વર્ષ સુધી ના બાળકો અને સગર્ભા માતાઓને આવરી લેવા માં આવશે. તાલુકા હેલ્થ ઓફિસ  લાઠીના નર્સ બહેનો અને આશા બહેનોને ઘરે ઘરે જઈ હેડ કાઉન્ટ સર્વે કરી આવતી તારીખ ૧૯ થી ૨૪ ડિસેમ્બર અને ૨૩ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન તમામ બાળકો અને સગર્ભા ઓ નું રસીકરણ કરવા માં આવશે. લાઠી ના ડો. આર. આર. મકવાણા અને નયનાબેન પરમાર દ્વારા તમામ લાભાર્થી ઓ ને આ કાર્યક્રમ માં આવરી લેવા નું સુંદર આયોજન અને  સ્ટાફ ને તાલીમ આપવા માં આવી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]