પૂર્વમાં સમાંતર ગતિએ, પશ્ચિમ અને દક્ષિણમાં છેલ્લી ઘડીએ મતદાન વધ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wsjd3ebpc7vmuow4/" left="-10"]

પૂર્વમાં સમાંતર ગતિએ, પશ્ચિમ અને દક્ષિણમાં છેલ્લી ઘડીએ મતદાન વધ્યું


રાજકોટ શહેરની ચાર બેઠકમાં સવારથી સાંજ સુધી સમાંતર ગતિએ મતદાન રહ્યું હતું એકપણ બેઠકમાં વધુ ઉછાળો કે ઘટાડો જોવા મળ્યો ન હતો. ગ્રામ્ય બેઠક કે જેમાં રાજકોટ શહેરના 3 મોટા વોર્ડ ઉપરાંત બે તાલુકા પણ આવે છે ત્યાં ગ્રામ્યજનોને કારણે સવારે મતદાનનો આંક વધ્યો હતો. પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં સવારથી જ આંક ઓછો રહ્યો હતો તેથી છેલ્લી બે કલાકમાં તમામ કાર્યકરોએ દોટ લગાવતા છેલ્લે છેલ્લે આંક વધ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]