સવારે ઠંડીમાં મતદારોનો ઉત્સાહ ઓછો રહ્યો, ઉમેદવારો દોડતા હતા, નેતાઓ ગાયબ રહ્યા - At This Time

સવારે ઠંડીમાં મતદારોનો ઉત્સાહ ઓછો રહ્યો, ઉમેદવારો દોડતા હતા, નેતાઓ ગાયબ રહ્યા


વધુ મતદાન કરાવવા બપોર બાદ ત્રણેય પક્ષના કાર્યકરો મતદારોને બહાર કાઢવા નીકળી પડ્યા

રાજકોટની ચારેય બેઠક પર મતદાન શરૂ થયું ત્યારે સવારે 8 થી ત્રણ કલાક સુધી સતત લાઈનો રહી હતી. જો કે, ત્યારબાદ મતદાનમાં નિરસતા દેખાઈ હતી. જેના પગલે ત્રણેય પક્ષના ઉમેદવારો સહિતના આગેવાનો દોડતા થયા હતા અને લોકોને મતદાન માટે અપીલ કરી હતી. નેતાઓની અપીલ અને વયોવૃદ્ધને ઘરથી લઈ જવાની સુવિધા અપાતા બપોર બાદ મતદાનની ટકાવારીમાં થોડો વધારો થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon