રાજુલાના વર્તમાન ધારાસભ્ય ડેર વિકટરથી ચાચ બંદર ખાડીમાં પાણી માં તરીને વિરોધ દર્શાવ્યો - At This Time

રાજુલાના વર્તમાન ધારાસભ્ય ડેર વિકટરથી ચાચ બંદર ખાડીમાં પાણી માં તરીને વિરોધ દર્શાવ્યો


રાજુલા જાફરાબાદ ખાંભા ૯૮ વિધાનસભા ના વર્તમાન ધારાસભ્ય ડેર વિધાનસભા સત્રમાં વારંવાર પોતાના મતવિસ્તારમાં આવેલા ગામ ને દરિયાની ખાડી ની અંદર પુલ બનાવી આપવા માટે સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો હકારાત્મક જવાબ ન આપાતા હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલની વચ્ચે ધારાસભ્ય ડેરે અનોખી રીતે પોતાનો પ્રચાર કરવાનું અને સરકારની વિરુદ્ધ વિરુદ્ધ દર્શાવવા હજારોની માનવ મેદની વચ્ચે ખાડીમાં વિક્ટર ગામેથી ચાંચ બંદર ગામે જવા માટે 300 મીટર સુધી દરિયાની અંદર તરીને ચાર્જ બંદર ગામ પહોંચ્યા હતા. ત્યારે ચાંચ બંદર ના લોકો દ્વારા તેમનું કુમકુમ તિલક કરી ને સ્વાગત કરાયું હતું અને બીજી તરફ થોડાક ગ્રામજનો દ્વારા અમુક બાબતો માં ધારાસભ્ય ડેર નો વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આપને આ પાંચ વર્ષ સુધી ગામની મુલાકાત નથી કરી અને આ ચૂંટણી વખતે જ કેમ ? તેવા પ્રશ્નો ગ્રામજનો એ ઉઠાવેલ અને કહેલ કે અત્યારે જ તમને દરિયામાં તરવાનું યાદ આવ્યું છે અને બીજી તરફ તેમના સમર્થકોએ જણાવ્યું હતું ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એવું બન્યું છે અમારા ગામ ની પુલ બને તેના હેતુ માટે થઈને દરિયામાં કરીને વિરોધ નોંધાવતા અમારા ગામની મુલાકાત લીધી હોય, ચાચબંદર ગામે પહોંચવા માટે અંદાજિત 40 કિલોમીટર તો ફરીને જવું પડતું હોય છે જો આ 300 મીટર દરિયાની અંદર પુલ બનાવવામાં આવે તો અડધાથી પણ ઓછું થઈ જાય,લોકો ને અવર જવર ખૂબ વધારે સમય લાગે ત્યારે લોકો નો સમય બચે આ ગામ માં વસતા મોટા ભાગ લોકો મીઠાના આગર અને મજૂરી ઉપર નભતા ત્યારે તેઓને આ 40 km નું અંતર કાપવા માટે મસ્ત મોટા ભાડાઓ આપવા પડે છે. આ પુલ બને તો આ લોકો મસમોટા ભાડા માં થી છુટકારો મળશે તેવું લોકોમાં સેવાઈ રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.