ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીંગ સ્ટાફને બીજા તબક્કાની તાલીમ આપી સજ્જ કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/upm74jkkzknyidnj/" left="-10"]

ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીંગ સ્ટાફને બીજા તબક્કાની તાલીમ આપી સજ્જ કરાયા


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકો માટે આગામી તા.૫ ડિસેમ્બર-૨૦૨૨ના મતદાન યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પોલિંગ સ્ટાફની તાલીમના બીજા તબક્કાનો પ્રારંભ વાઈબ્રન્ટ વેવ સ્કૂલ લુણાવાડા ખાતે 600 જેટલા પોલિંગ સ્ટાફને ટ્રેનીંગ અપાઈ જેમાં પ્રીસાઈડિંગ ઓફિસરો ૩૯૮ અને આસિસ્ટન્ટ પ્રીસાઈડિંગ ૨૦૦ ને અલગ અલગ ૬ રૂમ માં ટ્રેનિંગ આપવામાં આવી હતી.ઈ.વી.એમ. તેમજ ચૂંટણીની ફરજ દરમિયાન કરવાની થતી કામગીરી સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલિમાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી સમગ્ર સ્ટાફને તાલીમબદ્ધ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાની ચૂંટણીના ભાગ રૂપી પેહલા તબક્કાની પોલિંગ સ્ટાફની તાલીમ યોજાય ચુકી છે અને આજ રોજ લુણાવાડા ખાતે બીજા તબક્કાની તાલીમ યોજાઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]