ધ્રાંગધ્રા રણકાઠા વિસ્તાર રંગબેરંગી વિદેશી પક્ષીના કલરવથી ગુંજી ઉઠ્યુ. - At This Time

ધ્રાંગધ્રા રણકાઠા વિસ્તાર રંગબેરંગી વિદેશી પક્ષીના કલરવથી ગુંજી ઉઠ્યુ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા પંથકમા છેવાડાના રણ વિસ્તારમા વસવાટ કરતા ઘુડખર સમગ્ર દેશ અને દુનિયામાં પ્રસિધ્ધ છે આ ઘુડખર પ્રજાતિના પશુઓ માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે આ સાથે અન્ય કેટલીક એવી પ્રજાપતિના જીવો પણ છે જે લુપ્ત થવાની કગાર પર છે અને માત્ર કચ્છના નાના રણમાં જોવા મળે છે આ સાથે જ રણ વિસ્તારમા શિયાળાના ચાર મહિના વિદેશી પક્ષીઓની મહેમાન ગતી થાય છે જેમા દર વષેઁ જુદા-જુદા હજ્જારો વિદેશી પક્ષીઓ રણકાંઠામા નજરે પડે છે ખાસ કરીને વિદેશી પક્ષીઓ આ પ્રકારે પરિભ્રમણ કરતા શિયાળાની ગુલાબી ઠંડીમાં રણ કાંઠા વિસ્તારમા મહેમાન ગતીએ કરતા હોય છે કહેવાય છે કે વિદેશી પક્ષીઓને ઠંડકનુ વાતાવરણ અનુકુળ હોવાના લીધે પોતે શિયાળાની ઋતુમાં અહિ આવે છે અને પુણઁ થતા જ અહિથી નિકળી જાય છે. જ્યારે ફોરેસ્ટ વિભાગના અભ્યારણ્યમાં આવતા રણકાંઠામા વિદેશી પક્ષીઓને નિહાળવા અનેક પ્રકૃતિ પ્રેમિ પયઁટકો પણ ચુંબકીય માફક અહિ ખેંચાતા આવે છે આ વષેઁ વિદેશી પક્ષીઓના સાથે પયઁટકોનુ પણ આગમન શરુ થયુ છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.