ધ્રાંગધ્રા બેઠકમા કોઇપણ ઉમેદવાર જીતે, જીતશે તો "ભાજપ". - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e3r4edfiiaab9bxf/" left="-10"]

ધ્રાંગધ્રા બેઠકમા કોઇપણ ઉમેદવાર જીતે, જીતશે તો “ભાજપ”.


ધ્રાંગધ્રા: હાલ ચૂંટણીનો માહોલ સમગ્ર રાજ્યોમા જામ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક હંમેશા અટપટી રહી છે ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીની રંગ પણ એવો જ જામ્યો છે કારણ કે ધ્રાંગધ્રા બેઠક પર ભાજપ, કોગ્રેસ તથા આમ આદમી પાટીઁ અને અપક્ષ સહિત કુલ ૧૩ જેટલા ઉમેદવારો ચુંટણી જંગના મેદાને છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષોની જો વાત કરીએ તો ધ્રાંગધ્રા બેઠક પર ભાજપમાંથી પ્રકાશભાઇ વરમોરા, કોંગ્રેસમાંથી છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોર તથા આમ આદમી પાટીઁમાથી વાઘજીભાઇ પટેલ ઉમેદવાર તરીકે ઉતાયાઁ છે ત્યારે કોગ્રેસ તથા આમ આદમી પાટીઁના ઉમેદવાર આમ જોઇએ તો ભાજપના જ છે કારણ કે જ્યારે વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી ત્યારે હાલ આમ આદમી પાટીઁના ઉમેદવાર વાઘજીભાઇ પટેલ પોતે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને ટીકીટ નહિ મળવાના અણસાર લઇ ભાજપ છોડી આમ આદમી પાટીઁમા જોડાયા હતા જ્યારે આમ આદમી પાટીઁએ પણ તેઓને આવતા વેંત વધાવી લીધા હતા અને ટીકીટ પણ આપી હતી. આ તરફ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા પ્રકાશભાઇ વરમોરા પાટીદાર સમાજના હોવાના લીધે ઠાકોર સમાજને ટીકીટ નહિ મળી હોવાની વાતને લઇને સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની મોટી માલવણ સીટના સદશ્ય છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોરે ભાજપ છોડી કોગ્રેસનો પંજો પકડ્યો હતો અને તેઓને પણ વાઘજીભાઇ પટેલની માફક આવતાવેંત ટીકીટની લોટરી લાગી હતી. જોકે અગાઉ વિધાનસભા લડીને જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયા ભાજપમા મળી ગયાનો કિસ્સો પણ ગત ટમઁનો જ છે ત્યારે અહિની વિધાનસભાના મતદાતાઓની ચચાઁ એવી પણ છે કે કદાચ આપ અથવા કોગ્રેસનો ઉમેદવાર જીતશે તો મુળ તો ભાજપનો જ સૈનિક ગણાય અને જીત્યા બાદ પણ પક્ષ પલ્ટો નહિ કરે તેની પણ શુ ખાત્રી ? અને અહિંના મતદાતાઓની વાત પણ સાચી છે. જે મુળ કોગ્રેસના હોવા છતા પણ રાજીનામુ આપી ભાજપમાં ભળી જાય છે તેવામાં આ બંન્ને તો મુળ ભાજપના જ આગેવાનો છે તો પછી અહિની વિધાનસભામાં ચુંટણી કોઇપણ રાજકીય પક્ષો વચ્ચે થાય પરંતુ મુળ તો ભાજપનો પાઠશાળાનો વિધાથીઁ જ ધારાસભ્ય બનશે તે વાત પણ નકારી શકાય નહિ.

● ધ્રાંગધ્રા બેઠકના ત્રણેય ઉમેદવારોનો રાજકીય કાયઁકાળ.
(1) પ્રકાશભાઇ વરમોરા (ભાજપ)
પ્રકાશભાઇ વરમોરા જાણીતા ઉધોગપતિ અને પોતે સુરેન્દ્રનગર, અમદાવાદ તથા મોરબી ખાતે પોતાનુ સાથઁક ધરાવે છે. ભાજપના કાયઁકતાઁ તરીકે તેઓ લગભગ એકાદ દશકાથી હોવાની વિગત છે.

(2) છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોર (કોગ્રેસ)
છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોર પોતે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના વતની છે જેઓ હાલ હળવદ ખાતે રહેણાંક ધરાવે છે પપ્પુભાઇ ઠાકોર સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં મોટી માલવણની સીટ પરથી ભાજપના સિમ્બોલ પર ચુંટણી લડીને વિજય થયા હતા. જેઓને હાલમા જ પક્ષ વિરોધ્ધી કાયઁ કરતા ભાજપે સસ્પેન્ડ કયાઁ છે.

(3) વાઘજીભાઇ પટેલ (આમ આદમી પાટીઁ)
વાઘજીભાઇ પટેલ મુળ ધ્રાંગધ્રા તાલુકાના થાળ ગામના વતની છે હાલ તેઓ ધ્રાંગધ્રા ખાતે રહેણાંક ધરાવે છે. વાઘજીભાઇ પટેલ મુળ કોંગ્રેસમાં તાલુકા પંચાયત લડીને ગ્રામ્યના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવે ચુક્યા છે બાદમા તેઓ પક્ષ પલ્ટો કરી ભાજપ અને હવે આમ આદમી પાટીઁમા જોઇન થયા છે. આ સાથે વાઘજીભાઇ હંમેશા વિવાદોથી ઘેરાયેલા જ જોવા મળે છે. જેમા પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યાર બાદ ધ્રાંગધ્રા APMC નિમાઁણ સમયે કરી દેવી જમીનમાં વિવાદ, પોતે હળવદ રોડ સ્થિત નિમાઁણ કરેલ કોમ્પલેક્ષમા વિવાદ અને હાલમા જ APMCમા ચેરમેન બનવાની લ્હાયમા ધમપછાડા કરતા વિવાદમાં આવ્યા હતા ટુંકમાં અહિ પંથકમાં "વિવાદનુ બીજુ નામ વાઘજી"ભાઇ તરીકે ઓળખાય છે.
(અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]