ABVP ભેસાણ દ્વારા વિનય મંદિર સ્કૂલમા શિક્ષકો દ્વારા શીક્ષણમા ભેદભાવ રાખતા આવેદન અપાયું.
ABVP ભેસાણ દ્વારા વિનય મંદિર સ્કૂલમા શિક્ષકો દ્વારા શીક્ષણમા ભેદભાવ રાખતા આવેદન અપાયું.
દિવાળી બાદ વિનય મંદિર હાઈસ્કૂલ ભેસાણમા શીક્ષણ કાર્ય શરૂ ના થતા તેમજ ધો.10 અને 12 જેવા મહત્વના ધોરણમા આજ સુધી મહત્વના વિષયો નું શીક્ષણ આપવામાં આવ્યું નથી. જેથી વિદ્યાર્થીઓ ને અવાર નવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ આવી બાબતે ફરિયાદ કરે તો તેમની સાથે ભેદભાવ રાખી વિદ્યાર્થી જીવનને નુકશાન થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોય તેમજ શાળામા અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઈ શીક્ષણને અનુંસંધાને પ્રશ્ન પૂછે તો બહેનો ની હાજરીમા અભદ્ર શબ્દ બોલી બહેનોની મર્યાદા પણ જાળવવામાં આવતી નથી. સરકાર શિક્ષકોને પૂરતો પગાર ચૂકવતી હોવાથી છતાંય પોતાની જવાબદારીથી બે-ભાન થઇ દાદાગીરી કરતા હોય જેથી દેશના ભાવી ઘડનાર વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચીત રહી જતા હોય જેને અનુંસંધાને ABVP ભેસાણ નગર દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો ABVP ને સાથે રાખી વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંભુ શિક્ષણ નો બહિષ્કાર કરી આંદોલન ની શરૂઆત કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.. ....રિપોર્ટ બાય પંકજ વેગડા ચુડા સોરઠ
.... 9974629423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.