એટ ધીસ ટાઈમ,માં પ્રસિદ્ધ થયેલ અહેવાલની તાત્કાલિક અસર. શંકર ચૌધરીનું નામ પણ ઢાંકી દેવાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mhxvvqxku86tut7h/" left="-10"]

એટ ધીસ ટાઈમ,માં પ્રસિદ્ધ થયેલ અહેવાલની તાત્કાલિક અસર. શંકર ચૌધરીનું નામ પણ ઢાંકી દેવાયું.


સુઈગામ સેવાસદનમાં પડેલા શંકર ચૌધરીના નામવાળા બાંકડા પર પણ સફેદ કાગળ રાખી પટ્ટી મારી નામ દૂર કરાયું.

સુઈગામ તંત્ર બેવડી-નીતિ અપનાવતા હોય તેવી રીતે સુઈગામ સેવાસદનમાં ભાજપ-કોંગ્રેસ બન્ને દ્વારા મુકાયેલ બાંકડાઓ પૈકી ફક્ત કોંગ્રેસના ધારાસભ્યના નામવાળા બાંકડા પર જ સફેદ કાગળ રાખી પટ્ટી મારી નામને ઢાંકવામાં આવતાં આ બાબતેનો અહેવાલ એટ ધીસ ટાઈમ માં પ્રસિદ્ધ થયો હતો અને તે અહેવાલ સોશિયલ મીડિયા મારફતે જવાબદાર તંત્ર પાસે પહોંચતા જ અહેવાલની ગંભીર અસર લઈ તાત્કાલિક એકાદ કલાકમાં જ શંકર ચૌધરીના નામવાળા બાંકડાઓ પર પણ સફેદ કાગળો રાખી પટ્ટી મારી નામને ઢાંકી દેવાયું હતું.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]