૧૨૧ - બાલાસિનોર વિધાનસભા આપ ઉમેદવાર તરીકે ઉદેસિંહ ચૌહાણ ઉમેદવારી નોંધાવી. - At This Time

૧૨૧ – બાલાસિનોર વિધાનસભા આપ ઉમેદવાર તરીકે ઉદેસિંહ ચૌહાણ ઉમેદવારી નોંધાવી.


દેવ કાર્યાલય ખાતે પોતાના કાર્યકરો અને ટેકે દારો સાથે રેલી સ્વરૂપે બાલાસિનોર પ્રાંત ખાતે પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું.

મહિસાગર : ૧૨૧- બાલાસિનોર વિધાનસભા ચૂંટણી માટે આજે ઉદેસિંહ ચૌહાણ દ્વારા દેવ કાર્યાલય ખાતે પોતાના સમર્થન માં શકિત પ્રદર્શન રૂપે રેલી યોજવામાં આવી જે બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે થી નિકળી,રાજપુરી દરવાજા,જુના બસ સ્ટેન્ડ, અમદાવાદી ઢાળ થઈ ને જીઆઇડીસી થઈ નિશાળ ચોક થઈ ને તલાવદરવાજા સુધી રેલી યોજવામાં આવી હતી.આ રેલી માં બાલાસિનોર તાલુકા ના સરપંચો,આપના હોદ્દેદારો,કાર્યકરો અને મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.ઉદેસિંહ ચૌહાણ ની સાથે આપના પંજાબ ના નેતા પણ ઉપસ્થિત રહ્યાં હતા... ઉદેસિંહ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી રાજકારણ માં છે તેમજ અગાઉ તેઓ ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ રહિ ચુકેલ છે તેમજ મહિસાગર જિલ્લા કોંગ્રેસ ના ઉપપ્રમુખ પણ રહી ચુક્યા છે જોવાનું એ રહ્યું કે આ ત્રિપાખીયા જંગમાં મતદારો કોને તાજ પહેરાવે છે તે હવે જોવાનું રહ્યું..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.