વાવ વિ-૭માં ભાજપના ઉમેદવારની વિરોધમાં સુઈગામ ભાજપનું કાર્યાલય બીજા દિવસે પણ બંધ. - At This Time

વાવ વિ-૭માં ભાજપના ઉમેદવારની વિરોધમાં સુઈગામ ભાજપનું કાર્યાલય બીજા દિવસે પણ બંધ.


ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર જાહેર થતાં પક્ષના કાર્યકરોમાં નારાજગી.

ભાજપમાં વાવ વિધાનસભાના ઉમેદવાર તરીકે સ્વરૂપ ઠાકોરની પસંદગી થતાં જ ગઈકાલથી સુઈગામ અને વાવ તાલુકામાં રાજપૂત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ભાજપ વિરુદ્ધ સોસીયલ મીડિયામાં વિરોધ નો મારો ચાલી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે,એમાં શાસક ભાજપ દ્વારા ૧૬૦, ઉમેદવારોના નામોની યાદી ગઇકાલે જાહેર કરવાં આવી હતી, જેમાં કેટલીક જગ્યાએ ધુરંધરોની ટીકીટ કપાઈ છે,તો ક્યાંક નાના કાર્યકરોને ટીકીટ આપી ભાજપે કોથળામાંથી બિલાડુ કાઢ્યું હોવાનો ઘાટ સર્જાયો છે,જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી એવી વાવ વિધાનસભામાં દિગગજ નેતા શંકરભાઇ ચૌધરીએ સીટ બદલી થરાદ ખાતે જતાં કાર્યકરો નારાજ થયા હતા,પરંતુ એમાંય ખાસ કરીને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે આંદોલનકારી અને પક્ષ-પલટું એવા અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા સ્વરૂપ ઠાકોરને ટીકીટ અપાતાં ભાજપ કાર્યકરોમાં અસંતોષ સાથે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, એમાંય ખાસ કરીને વાવ,થરાદ,સુઇગામ તાલુકામાં વર્ચસ્વ ધરાવતા રાજપૂત સમાજ દ્વારા વ્યક્તિગત વિરોધને લઈ ભાજપે ઘોષિત કરેલ ઉમેદવાર સ્વરૂપ ઠાકોરનો સોસીયલ મીડિયામાં સખત વિરોધ કર્યો હતો.ભાજપ દ્વારા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોમાંથી પસંદગી કરવાને બદલે ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર તેમજ અલ્પેશ ઠાકોર ના નજીકના મનાતા સ્વરૂપ ઠાકોરને ટીકીટ આપી, ભાજપે જાતે કરીને જ વાવ સીટ કોંગ્રેસને ભેટ ધરી હોવાનો ગણગણાટ ભાજપના કાર્યકરોમાં
જોવા મળ્યો હતો, જોકે વાવ વિધાનસભા માટે ભાજપે ઘોષિત કરેલ ઉમેદવાર સામે વાવ-સુઈગામ તાલુકામાં રોષ હોઈ સુઇગામ ખાતેનું ભાજપનું જે કાર્યાલય ચૂંટણી જાહેર થઈ ત્યારથી શંકર ચૌધરી ને જીતાડવા ધમધમતું હતું, તે કાર્યાલય આજે બીજા દિવસ દરમ્યાન સદંતર બંધ રહ્યું હતું.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ,બનાસકાંઠા
મો.૯૯૦૪૦૨૩૮૬૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.