કાર્તિક પૂર્ણિમાએ સોમની શિતળતા સોમનાથ પર 7 મી નવેમ્બર કાર્તિક પૂર્ણિમા મેળો સમાપન - At This Time

કાર્તિક પૂર્ણિમાએ સોમની શિતળતા સોમનાથ પર 7 મી નવેમ્બર કાર્તિક પૂર્ણિમા મેળો સમાપન


કાર્તિક પૂર્ણિમાએ સોમની શિતળતા સોમનાથ પર

7 મી નવેમ્બર કાર્તિક પૂર્ણિમા મેળો સમાપન

કાર્તિક પૂર્ણિમા એ સજાતુ અલૌકિક દ્રશ્ય સોમનાથમાં શિવજી એ મસ્તક પર ચંદ્ર ધારણ કર્યોનો નઝારો

કલ્પનાની આંખે જોનારા શ્રધ્ળુ ભાવિકો ને સાક્ષાત અનુભુતિ

સોમનાથ મહાદેવ ના સાંનિધ્યમાં પાંચ દિવસ કાર્તિક પૂર્ણિમા નો આજે છેલ્લા દિવસ છે ત્યારે જુનાગઢ ની પરિક્રમા પૂર્ણ કરી અને સોમનાથ મહાદેવ ના દર્શન અને મેળા નો આનંદ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે સોમનાથ મહાદેવ મહામેરુ પ્રસાદ ના ગગનચુંબી 151 ફુટ ઉંચા શિખર ઉપર કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ સોળે કળાયેલ પુર્ણ રીતે ખીલેલો ચન્દ્ર એવી રીતે સ્થિત થાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવા અલૌકિક દ્રશ્ય ની શ્રધ્ધાની આંખે જોનારા પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ શ્રધ્ધાળુ ભાવિકોને અનુભુતિ થાય છે.
આ મહાપર્વ સ્વયં ભગવાન ચન્દ્ર કાર્તિક પૂર્ણિમાની મધ્ય રાત્રી એ જ્યારે મહાદેવ ની મહાપુજા થતી હોય અને મહાઆરતી થતી હોય ત્યારે આ ભવ્ય દેવાલયના શિખર ઉપર ચન્દ્ર એવી રીતે પ્રકાશે છે કે જે ખગોળશાસ્ત્રીય વિશેષતા છે તેમજ બીજ અને પછીના દિવસોમાં ચન્દ્ર એવી રીતે શિખર ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવુ પુનમની મધ્યરાત્રીએ સીધી લીટીમાં શિખર ઉપર એવી રીતે ગોઠવાઈ જાય છે કે જણે ભક્તિભાવપૂર્વક શિવ સ્તવન કરી રહ્યા હોય એવી અનુભૂતિ થાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.