ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના આ દિગ્ગ્જ નેતાએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ - At This Time

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના આ દિગ્ગ્જ નેતાએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એક પછી એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે તેમજ રાજીનામાંનો સમય શરૂ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. હજુ ગઈકાલે જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા ત્યારે આજે ભાજપના નેતાએ રાજીનામુ આપી દીધું હતું. ગુજરાતના રાજકરણના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગ્જ નેતાએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફટકો લાગ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગ્જ નેતા અને છેલ્લા 32 વર્ષથી એક જ પક્ષની સેવા કરી રહેલા જયનારાયણ વ્યાસે પક્ષના વર્તનથી નારાજ થઇને રાજીનામુ આપી દીધું છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાને હવે દિવસો ગણાય રહ્યા છે ત્યારે આજે વધુ એક દિગ્ગ્જ નેતા જયનારાયણ વ્યાસે ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. ગુજરાત ભાજપમાં આ જયનારાયણ વ્યાસે પક્ષમાં 32 વર્ષ સુધી સેવા આપી હતી અને તેમ છતાંપણ પક્ષ તરફથી તેમની સતત અવગણના થતા તેઓએ રાજીનામુ આપી દીધું હતું. જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યા બાદ એક નિવેદન પણ આપ્યું હતું કે પક્ષમાં વર્તન સારું નથી રહ્યું.ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે મારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે રાજકારણમાં નહીં રહ્યું તો હું કોર્ટના માધ્યમથી લડીને લોકોના કર્યો કરતો રહીશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. એક પછી એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે તો રાજીનામાંની પણ મૌસમ જાણે ખુલી રહી છે. પક્ષપલ્ટુની પણ જાણે સીઝન આવી હોય તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં તેમજ નવા પક્ષમાંથી જુના પક્ષમાં રિટર્ન થવાની પણ મોસમ આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.