" ગુજરાતની સૌથી વધુ સભાસદો ધરાવતી વડોદરા જિલ્લાની સુગર ફેક્ટરી પુનઃ કાર્યરત " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3t0k42bikegkrihq/" left="-10"]

” ગુજરાતની સૌથી વધુ સભાસદો ધરાવતી વડોદરા જિલ્લાની સુગર ફેક્ટરી પુનઃ કાર્યરત “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ખાતે આવેલ વડોદરા ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ સુગરક્રેન ગોઅસૅ યુનિયન લી.ગંધારા ( ગંધારા સુગર) જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી. પરંતુ થોડા દિવસો અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા છ હોદ્દેદારોની કસ્ટોડિયન તરીકે નિમણૂંક કરી, ખેડૂતોનાં હિતાર્થે આ સુગર ફેક્ટરીને ફરીથી ધમ-ધમતી થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
આ નવનિયુક્ત હોદ્દેદારો અને ડિરેક્ટરો દ્વારા ડભોઈ તાલુકાના મંડાળા અને કાયાવરોહણ ગામ આસપાસના ખેડૂતોને શેરડી ઉત્પાદન વિશે, શેરડીના ઉત્પાદનથી ખેડૂતોને થતાં ફાયદાઓ વિશે તેમજ આ સુગર ફેકટરીના પુનરુંત્થાન માટેના આયોજન વિશેની માહિતી આપી, માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી આ સુગર ફેક્ટરી બંધ હાલતમાં હતી પરંતુ આ નવીન હોદ્દેદારો દ્વારા આ સુગર ફેક્ટરી ચાલુ થાય અને તેનો સીધો લાભ ખેડૂતોને ઘરઆંગણે મળી જાય તે માટે તેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી હતી અને સરકારશ્રી દ્વારા છ વ્યક્તિઓની કસ્ટોડિયન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. હાલમાં ૨૮૦૦ મેટ્રિક ટનની પિલાણ ક્ષમતા ધરાવતી આ સુગર ફેક્ટરીનું રિનોવેશનનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી સમયમાં શેરડીનું વાવેતર કરવાનો સમય નજીક હોવાથી ખેડૂતોને એકત્રિત કરી, ખેડૂતો શેરડીનું વધારે પ્રમાણમાં વાવેતર કરે તે માટે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ નવા હોદ્દેદારો દ્વારા સુગર ફેક્ટરીના વિકાસ માટે નવા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે અને તેનો સીધો લાભ ખેડૂતોને જ મળશે તેમ ડિરેક્ટરોએ જણાવ્યું હતું. સુગર ફેકટરીમાં મેનેજિંગ ડિરેક્ટર - દોલતભાઈ પટેલ, પ્રમુખ - જીતુભાઇ પટેલ, ડિરેક્ટર શીકાંતભાઈ પટેલ (વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ ), કૌશિકભાઇ પટેલ અને યોગેન્દ્રસિંહ બાપુ વગેરે ખેડૂતો અગ્રણીઓનો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાય સમયથી ગંધારા સુગર ફેક્ટરી બંધ હાલતમાં હતી.
જેમાં ગુજરાત સરકાર દ્વારા કસ્ટોડિયન્ટ બોર્ડની નિમણૂક કરી પુનઃ ધમધમતી કરવાન પ્રયાસ કરાયો હતો. કસ્ટોડિયન્ટની બોર્ડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરતાં સુગર ફેક્ટરીની બંધ હાલતમાં પડેલ મશીનરી કાર્યરત કરવામાં આવી છે. જેમાં આજરોજ બોઈલર ચાલું કરી પ્રેશર લઈ સ્ટ્રીમ ટ્રાયલ લેવામાં આવ્યું હતું અને ટૂંકા સમયગાળામાં જ શેરડીનું પિલાણ શરૂ કરવામાં આવશે, આ વાતથી આ વિસ્તારમાં શેરડી પકવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. કારણકે શેરડી પકવતાં આ વિસ્તારના ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]