કોઈ એક પોલીસ મિત્રને પૂછજો તો ખરા એની ફરજ નિભાવતા સાથે અન્ય તકલીફો વિષે ૨૧ ઓકટોબર એટલે પોલીસ સંભારણા દિવસ... - At This Time

કોઈ એક પોલીસ મિત્રને પૂછજો તો ખરા એની ફરજ નિભાવતા સાથે અન્ય તકલીફો વિષે ૨૧ ઓકટોબર એટલે પોલીસ સંભારણા દિવસ…


જય જવાન જય કિસાન ગુજરાત પોલીસ વિભાગમાં કાર્યરત તમામ પોલીસ કર્મચારી ગણ ને આપ સૌ ના સાથ અને સહકાર થી આઝાદી ના ૭૫ વર્ષ થી, ગુજરાતમાં છેલ્લા ઘણા સમય અને વર્ષોથી વિકાસ ની ઝાંખી સાથે જે શાંતિ જળવાયેલી છે અને કોરોના સમયે સાથે ગુજરાત માં દરેક તબક્કે બંદોબસ્ત માં અનેક તકલીફો વચ્ચે, પરિવાર થી દુર દુર અડીખમ ફરજ નિભાવતા દેરક પોલીસ કર્મચારીઓ માટે સમાજ માં આજ નો એટલે કે પોલીસ સંભારણા દિવસ ખાસ યાદગાર બની રહેશે,

ગુજરાત રાજ્યના દરેક જીલ્લા, શહેર, તાલુકા, ગામ, કસ્બા સાથે દરેક જાહેર કાર્યક્રમો અને જાહેર જગ્યાએ ગુજરાત પોલીસ નું ખુબ મોટું યોગદાન રહેલું છે અને આવનારા સમયમાં આપ સૌ ના સાથ અને સહકાર થી આપણાં ગુજરાતમાં નિરવ શાંતિ સ્થાપના રહે અને આપ સૌ પોલીસ કર્મચારી ની હાજરી ને નવી પેઢી પોતાને સુરક્ષિત સમજે એવી આશા સાથે ખાસ AT THIS TIME NEWS, R.K.NEWS ના પત્રકાર કેયુર ઠકકર અને ગુજરાત ના તમામ પત્રકાર મિત્રો તરફથી આપ સૌ ગુજરાત ના મા.પોલીસ અઘિકારી શ્રી ઓ, કર્મચારીગણ અને આજ ના પોલીસ સંભારણાં દિવસ ની સાથે સાથે આવનારા પાવન દિવસો અને નવા વર્ષે ની ખુબ ખુબ શુભેચ્છાઓ,

જયારે કોઈ વ્યક્તિ આ ખાખી રંગ ના વસ્ત્રો ધારણ કરે છે ને ત્યારે એ પોતાની અને પરિવારની ખુશીઓ બાજુમાં મુકી સમાજ માં રહેતા તમામ ની સુખ શાંતી સલામતી અને સૌ ની ખુશીઓ માટે હસતાં મોઢે કયારેક ફરજ નિભાવવા શહિદ પણ થઈ જાય છે, ખાખી નું બલિદાન અને ખાખી નો મિજાજ જે સમજે એ જ સમજે આ ખાખી ની ખુમારી ને સમજવા માટે તમારી અંદર એવી કેટલીક ખાસ શક્તિ જેને અમે પત્રકાર જગતમાં દેશ ભક્તિ કહીએ છે એ ચોકકસ હોવી જ જોઈએ,

આજ ના દિવસે વિર શહિદ પોલીસ જવાનો ને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અને તેમના પરિજનો ને શત શત નમન...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.