અંકલેશ્વર ના હાઇવે પર નિલેશ ચોકડી પર મહાકાય મશીનરી લઇ જતું ટ્રેલર એંગલ માં ફસાયું =નેશનલ હાઇવે ઓથોરિટી લગાવેલ એંગલ ના સ્તંભ માર્ગ પર પડ્યા =: ડીપીએમસી ફાયર સ્થળ પર દોડી આવી એંગલ પ્રાથમિક દૂર કર્યું - At This Time

અંકલેશ્વર ના હાઇવે પર નિલેશ ચોકડી પર મહાકાય મશીનરી લઇ જતું ટ્રેલર એંગલ માં ફસાયું =નેશનલ હાઇવે ઓથોરિટી લગાવેલ એંગલ ના સ્તંભ માર્ગ પર પડ્યા =: ડીપીએમસી ફાયર સ્થળ પર દોડી આવી એંગલ પ્રાથમિક દૂર કર્યું


અંકલેશ્વર ના હાઇવે પર નિલેશ ચોકડી પર મહાકાય મશીનરી લઇ જતું ટ્રેલર એંગલ માં ફસાયું
=નેશનલ હાઇવે ઓથોરિટી લગાવેલ એંગલ ના સ્તંભ માર્ગ પર પડ્યા
=: ડીપીએમસી ફાયર સ્થળ પર દોડી આવી એંગલ પ્રાથમિક દૂર કર્યું

અંકલેશ્વર

અંકલેશ્વર ના નેશનલ હાઇવે પર નિલેશ ચોકડી પર મહાકાય મશીનરી લઇ જતું -ટ્રેલર નેશનલ હાઇવે ઓથોરિટી લગાવેલ એંગલ માં ફસાઈ જતા . એંગલ તૂટી ને હાઇવે પર પડ્યું હતું . ડીપીએમસી ફાયર ની ટીમ સ્થળ પર દોડી આવી એંગલ ને દૂર કર્યું હતું. જો કે આ ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી

સુરત તરફથી મહાકાય ઔદ્યોગિક ટેન્ક લઇ -ટ્રેલર અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઇ રહયું હતું દરમ્યાન ટ્રેલર વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતારતા જ નિલેશ ચોકડી પર આવેલ જીઆઇડીસી ઓવરબ્રિજ ના 30 મીટર ના અંતરે આવેલ લોખંડની એંગલ નીચે થી નીકળવા જતા અંદર ફસાઈ ગયું હતું. અને એંગલ સાથે જોઈન્ટ લોખંડ ના પિલર તોડી પાડ્યા હતા જો કે ત્યાં કોઈ વાહન ન હોવા થી. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પણ -ટ્રેલર ફસાઈ જવાના કારણે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના ની જાણ જીઆઇડીસી ડીપીએમસી ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ટેક્નિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેન ની મદદ થી રોડ ઉપર પડેલ લોખંડ ની એંગલ ને દૂર કરી હતી ત્યારબાદ -ટ્રેલર માં ફસાયેલ એંગલ ને દૂર કરી હતી. ઘટના અંગે હાઇવે ઓથોરિટી ને જાણ થતા ઓથોરિટી ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ટ્રેલર ચાલક સામે મિલકત ને નુકશાન કરવા બદલ કાયદાકીય પગલાં ભરવાની તજવીજ આરંભી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.