નોરતામાં લહાણી માટે 3 કરોડના વાસણ ખરીદાશે, વાહનનું 3, ઈલેક્ટ્રોનિક વસ્તુનું 5 હજારનું બુકિંગ - At This Time

નોરતામાં લહાણી માટે 3 કરોડના વાસણ ખરીદાશે, વાહનનું 3, ઈલેક્ટ્રોનિક વસ્તુનું 5 હજારનું બુકિંગ


ચોમાસું પણ ધાર્યા મુજબનું રહ્યું છે ત્યારે નોરતાથી દિવાળી સુધી બજારો ધમધમતી રહેશે, નવલા નોરતાથી સવાયા વેપારના શ્રીગણેશ

​​​​​​​રાજકોટમાં નવરાત્રી દરમિયાન રૂ. 25 હજારથી લઈને રૂ. 20 લાખ સુધીના મંડપ ડેકોરેશન પણ થશે

બે વર્ષ પછી નવરાત્રીમાં અર્વાચીન રાસોત્સવ અને પ્રાચીન ગરબાનું આયોજન કોઇ પણ જાતની પાબંદી વિના થઇ રહ્યું છે. લોકોમાં પણ આ તહેવાર ઉજવી લેવાનો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રિ આવતા જ બજારમાં તહેવારની ખરીદીના શ્રીગણેશ થયા છે. દિવાળી સુધી બજારો ધમધમતી રહેશે. અલગ-અલગ ક્ષેત્રના વેપારીના જણાવ્યા મુજબ નવરાત્રીમાં રૂ. 25 હજારથી લઈને રૂ. 20 લાખ સુધીના મંડપ ડેકોરેશન થશે. રૂ. 3 કરોડના તો લહાણીના વાસણોની ખરીદી, 3 હજારથી વધુ વાહનો અને 5 હજારથી ઈલેક્ટ્રોનિક સાધનોનું બુકિંગ થયું છે. ચોમાસું ધાર્યા મુજબનું રહેતા ખરીદી દિવાળી સુધી ચાલુ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.