10થી 18 ઓક્ટોબર દરમિયાન શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાશે

10થી 18 ઓક્ટોબર દરમિયાન શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાશે


20મીથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડશે

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી બાદ સત્રાંત પરીક્ષાઓ શરૂ થવાની છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સત્રાંત પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ આનંદથી નવરાત્રી મનાવી શકે તે માટે શિક્ષણ બોર્ડે પણ નવરાત્રી બાદ સત્રાંત પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે. 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રી છે ત્યારબાદ 10મી ઓક્ટોબરથી રાજ્યભરની શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »