બાટવા માંથી પકડાયેલા લાખોના દારૂ મામલે ડી જી કક્ષાએથી એક્શન લેવાય તેવી શક્યતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%ac%e0%aa%be%e0%aa%9f%e0%aa%b5%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%af%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96/" left="-10"]

બાટવા માંથી પકડાયેલા લાખોના દારૂ મામલે ડી જી કક્ષાએથી એક્શન લેવાય તેવી શક્યતા


પંજાબ થી હરિયાણા થઈ છેક જુનાગઢ સુધી પહોંચી ગયેલો દારૂ ભરેલા ટ્રકને કટીંગ સમયે જ સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે બાટવા માંથી પકડી પાડતા સ્થાનિક પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે જોકે હજુ સુધી આ અંગે સ્થાનિક પોલીસ સામે કોઈ એક્શન લેવાયા નથી પરંતુ ડીજી કક્ષાએથી પગલા લેવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એક તરફ જ્યારે રાજ્યમાં અનેક પીઆઇ પીએસઆઇ અને ડીવાયએસપીની બદલી નો ઘણો નીકળ્યો હતો તેવા જ સમયે બુટલેગરો સક્રિય બન્યા હતા સૌરાષ્ટ્રમાં દારૂ મામલે કુખ્યાત જુનાગઢ જિલ્લાના દારૂનો મોટો જથ્થો આવી રહ્યા ને હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી હતી અને આ ટીમે શનિવારની રાતે માણાવદરના બાટવા ખારા ડેમ પાસે નિર્જન વિસ્તારમાં દારૂના કટીંગ વખતે જ રેડ કરતા નાસભાગ મચી ગઈ હતી 22.94 લાખના દારૂ ભરેલા બે વાહનો મૂકી બુટલેગરો નાસી ચુક્યા હતા જેમાં બે કારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કેસમાં સ્થાનિક પોલીસ ઊંઘતા ઝડપાઈ છે પરંતુ હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવેલ નથી જિલ્લા પોલીસવડા એ આ મામલે જણાવ્યું હતું કે સ્ટેટ લેવલથી કોઈ રેડ કરવામાં આવે છે ત્યારે ડી જી કક્ષાએથી એક્શન લેવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]