મોડાસા એમ. એલ .ગાંધી કેમ્પસમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી - At This Time

મોડાસા એમ. એલ .ગાંધી કેમ્પસમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી


મોડાસા મ.લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત વિવિધ કોલેજો અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલ નો 76 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. જે.બી.શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ એન મોદીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમને ભારત દેશના વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આપનો દેશ શિક્ષણ ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત માટે હાજર રહેલા નગરજનોને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાનું તેમ જ પર્યાવરણ બચાવવા માટે હાકલ કરી હતી. યુવા પેઢીને દેશના વિકાસમાં આગળ આવવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર. મોદી તેમજ મંડળના ટ્રસ્ટીશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ પ્રભારી મંત્રીશ્રીઓ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં મોડાસાના નગરજનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહીને ભારત દેશ પ્રત્યેનો પ્રેમ જાગૃત કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.