( ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્ર ઠાકોરની ઉપસ્થિતિમાં ) "ડભોઇ તાલુકા પંચાયત ખાતે ૭૬- માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી " - At This Time

( ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્ર ઠાકોરની ઉપસ્થિતિમાં ) “ડભોઇ તાલુકા પંચાયત ખાતે ૭૬- માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી “


રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ

[ડભોઇ નગરમાં તાલુકા પંચાયતનું પ્રાંગણ રાષ્ટ્રગીતના ગાનથી ગૂંજી ઉઠી]

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉત્સાહપૂર્વક સમગ્ર દેશમાં હાલમાં ચાલી રહી છે. આજે ૧૫મી ઓગસ્ટે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ડભોઇ નગરમાં પણ આ રાષ્ટ્રીય પર્વની આન - બાન - શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ડભોઇ તાલુકા પંચાયતના પટાંગણમાં આન - બાન - શાન સાથે આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. સમગ્ર પરિસર અને વાતાવરણ વંદે માતરમ્, ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રગીત જન - ગણ - મન આદરપૂર્વક લયબદ્ધ રીતે ગવાયું હતું.
૭૬ - માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ડભોઇ તાલુકા પંચાયતના ખાતે ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્ર ઠાકોરના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રમુખ લોપાબેન પટેલ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ,પંચાયતનો સ્ટાફ ગણ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ઉત્સાહભેર સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.