( વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલના વરદ હસ્તે ) " ડભોઇ કોમર્સ કોલેજ ખાતે ૭૬ - માં સ્વાતંત્ર્ય પર્વની ધ્વજ વંદન કરી ઉજવણી " - At This Time

( વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલના વરદ હસ્તે ) ” ડભોઇ કોમર્સ કોલેજ ખાતે ૭૬ – માં સ્વાતંત્ર્ય પર્વની ધ્વજ વંદન કરી ઉજવણી “


રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ

સમગ્ર દેશમાં હાલમાં આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. આજે ૧૫મી ઓગસ્ટે સમગ્ર દેશમાં ૭૬ - મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડભોઇ નગરમાં કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય પર્વની આન -બાન - શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આન - બાન - શાન સાથે આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ વંદે માતરમ્, ભારત માતા કી જયના નારાઓથી ઉઠી ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રગીત જન - ગણ - મન લયબદ્ધ રીતે ગવાયું હતું.
ડભોઈ કોમર્સ કોલેજ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, કર્મચારી ગણ અને વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સફળતાથી સંપન્ન કર્યો હતો. આજરોજ ડભોઇ કોલેજ ખાતે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપસિંહ પરમાર અને ડભોઇ - દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં મેઘાણી સવા શતાબ્દીના ભાગરૂપે મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મહાનુભવોની ઉપસ્થિતિમાં કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon