પેવિંગ બ્લોકથી જમીનમાં પાણી ઉતરતું નથી, ગરમી વધે; IPS હસમુખ પટેલ રાજકોટમાં 7.42 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ મીટરમાં નખાયા પેવિંગ બ્લોક - At This Time

પેવિંગ બ્લોકથી જમીનમાં પાણી ઉતરતું નથી, ગરમી વધે; IPS હસમુખ પટેલ રાજકોટમાં 7.42 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ મીટરમાં નખાયા પેવિંગ બ્લોક


પોલીસ અધિકારીને પર્યાવરણ કેવી રીતે બચાવી શકાય તેની સુઝબુઝ છે પણ મનપાના અધિકારીઓ શહેરમાં આડેધડ પેવિંગ બ્લોક નાખી રહ્યા છે.

રાજકોટના ઘણા વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી પેવિંગ બ્લોક નાખવા માટે જાણે હોડ મચી હોય તેવી સ્થિતિ થઈ છે. મનપાના એક્શન પ્લાનમાં નવા રોડની સાથે પેવિંગ બ્લોકની જોગવાઈ હોય છે પણ આડકતરી રીતે જનભાગીદારી ગ્રાન્ટનો ઉપયોગ કરી આડેધડ બ્લોક નખાઈ રહ્યા છે. પેવિંગ બ્લોકની વધતી સંખ્યાને લઈને રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે કે પેવિંગ બ્લોકને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી તેમજ ગરમી વધે છે.

આ ઉપરાંત પેવિંગ બ્લોક માટે સિમેન્ટની જરૂર વધુ માત્રામાં પડતી હોવાથી તેનું ખનન વધતા પર્યાવરણને પણ નુકસાન થાય છે. આ વિચાર બાદ રાજકોટ શહેરમાં પેવિંગ બ્લોકની સ્થિતિ જાણવા છેલ્લા 3 વર્ષમાં જનભાગીદારી હેઠળ થયેલા કામોની સમીક્ષા કરતા મોટાભાગની ગ્રાન્ટ પેવિંગ બ્લોકમાં જ વપરાઈ હોવાનું જણાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.