ન્યાય નહીં મળતા આરોગ્ય કર્મચારી ફરી હડતાળના માર્ગે - At This Time

ન્યાય નહીં મળતા આરોગ્ય કર્મચારી ફરી હડતાળના માર્ગે


વારંવાર સરકારે સમાધાનપત્રો કર્યા હોવા છતામલ્ટીપર્પઝ,ફિમેલ હેલ્થ વર્કર તથા સુપરવાઇઝરના ગ્રેડ પે વધારવા તથા કોરોનાની કામગીરીના વળતર માટે માંગણીગાંધીનગર :  સમગ્ર ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં આરોગ્યની સેવાઓ પહોંચાડતા
આરોગ્ય કર્મચારીઓ સાથે સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. વારંવાર આંદોલન
અને લેખિત આશ્વાસન બાદ પણ સરકાર આ કોરોના વોરિયર્સના પ્રશ્નોની ઉપેક્ષા કરે છે જેને
લઇને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી આંદોલનના મંડાણ કર્યા છે. હાલ હેલ્થવર્કર
અને સુપરવાઇઝર હડતાલ ઉપર છે.ગ્રામ્યવિસ્તારમાં આરોગ્યની સેવાઓ પહોંચાડતા હેલ્થકર્મીઓ
દ્વારા પોતાના પગાર, રજા, પ્રમોશન, સિનીયોરીટી
સહિતના વિવિધ પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કર્યા બાદ પણ કોઇ ઉકેલ આવ્યો નથી એટલુ જ
નહીં, હડતાલ
પાડવા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે ત્રણ-ત્રણ વખત ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા
હોવા છતા સરકાર દ્વારા દર વખતે સમાધનપત્રો જાહેર કરે છે અને કર્મચારીઓના તમામ
પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે તેવી લેખિતમાં બાંહેધરી પણ આપવામાં
આવે છે.ત્રણ વર્ષથી આ પ્રકારે સરકાર આ હેલ્થકર્મીઓને લોલીપોપ આપી રહી છે ત્યારે આ
વખતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ મલ્ટીપર્પસ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ
વર્કર, તાલુકા
અને જિલ્લાકક્ષાના હેલ્થ સુપરવાઇઝ ભાઇ બહેનોએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે.જેના
કારણે હાલ આરોગ્યની સેવાઓ ખોરવાઇ ગઇ છે. ગ્રામ્યકક્ષાએ હેલ્થ વર્કર ફરી ફરીને કામ
કરતા હતા તે બંધ થઇ ગયું છે આ કર્મચારીઓના ગ્રેડ પેમાં વધારો કરવા ઉપરાંત તેમણે
કોરોનાકાળ દરમ્યાન કરેલા ૯૮ દિવસનું વળતરની પણ માંગણી ઉગ્ર કરી છે.જિલ્લા વિકાસ અધિકારીની રાહ જોઇને આરોગ્ય કર્મીઓ અકળાયાગ્રેડ પેમાં વધારો,
કોરોનાના ૯૮ દિવસ કામગીરીનું વળતર તથા ઝીરો કિલોમીટર ફેરણી બાબતે જિલ્લા
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. જે અંતર્ગત આજે
ગાંધીનગર જિલ્લા પંચાયત ફીમેલ તથા મલ્ટીપર્પસ હેલ્થ વર્કર તથા તમામ કેડરના
સુપરવાઇઝર એકઠા થયા હતા અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠવ
જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા જિલ્લા પંચાયત ગયા હતા પરંતુ અહીં ૧૧
વાગ્યા બાદ એક કલાકથી પણ વધુ સમય જિલ્લા વિકાસ અધિકારીની રાહ જોઇ હતી તેમ છતા તેઓ
આવ્યા ન હતા આખરે કર્મચારીઓએ પોતાની માંગણીઓના અવાજને વધુ બુલંદ કરીને નાયબ જિલ્લા
વિકાસ અધિકારી તથા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્રો આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.