રક્ષાબંધનના પવિત્ર દિવસે સાળંગપુરધામમાં ભવ્ય રાજોપચાર પૂજન મારા દાદાને કેસરનો અભિષેક અને નાળિયેરીના પાનનો શણગાર
મારા દાદાને મારી રાખડી સમર્પણ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા-રાખડી- નાળિયેરીના પાનનો શણગાર-કેસરનો અભિષેક તેમજ ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન-નાળિયેરી પૂનમ નિમિતે તા.12-08-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાના ભક્તોની રાખડી સમપર્ણ કરી તથા સિંહાસનને નાળિયેરીના પાનનો શણગારનો આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા તથા ૭:૦૦ કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા આરતી કરવામાં આવેલ.
સાંજે ૪:૩૦ કલાકે દાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન અંતર્ગત દુનિયાભરમાંથી દાદાના ભક્તો દ્વારા મોકલેલ કેસરનો અભિષેક-મહા સમૂહ આરતી સાંજે ૭:૦૦ કરવામાં આવેલ. ભક્તોએ ઓનલાઈન Salangpur Hanumanji - Official પર તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા કરવામાં આવે છે. તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગ કરવામાં આવેલ છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.