વડિયા નજીક આવેલ ચારણીયા ગામ માં આવેલ શ્રી. આદર્શ પ્રાયમરી સ્કૂલ. - At This Time

વડિયા નજીક આવેલ ચારણીયા ગામ માં આવેલ શ્રી. આદર્શ પ્રાયમરી સ્કૂલ.


વડિયા નજીક આવેલ ચારણીયા ગામ માં આવેલ શ્રી. આદર્શ પ્રાયમરી સ્કૂલ.
હાલ ભારત સરકાર દ્વારા આયોજીત 75 મો આઝાદીકા અમૃત મહોત્સવ ઘર ઘર તિરંગા. હર ઘર તિરંગા કાર્યક્રમ ની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડિયા નજીક આવેલ ચારણીયા ગામની એક શાળા શ્રી આદર્શ પ્રાયમરી સ્કૂલ માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી રૂપે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ એક રાષ્ટ્ર ની ભાવના સાથે શાળાના તમામ કર્મચારી ગણ આચાર્ય તેમજ વિદ્યાર્થી દ્વારા આખા કાર્યક્રમ ને એક અનોખું સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારે વૃક્ષારોપણ કરીને એક અનોખી રીતે 75 માં આઝાદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી કૃણાલભાઈ એમ. વ્યાસ દ્વારા દરેક બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ અજય રાઠોડ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.