એ ભાઈ લાલુ બિના ચાલુ ઈ બિહાર ના હોઈ : લાલુની પુત્રીનો ટોણો - At This Time

એ ભાઈ લાલુ બિના ચાલુ ઈ બિહાર ના હોઈ : લાલુની પુત્રીનો ટોણો


પટણા, તા.૯બિહારમાં નીતિશ કુમારે મંગળવારે ભાજપનો સાથ છોડવાની જાહેરાત કરતાં જ રાજદ પરિવારમાં સત્તા પર પાછા ફરવાનો આનંદ જોવા મળ્યો હતો. વિધાનસભામાં નેતા વિપક્ષ તેજસ્વી યાદવ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હોવાનું નિશ્ચિત થતાં જ લાલુની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટર પર ગીત સંભળાવી આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેનધારી. તેમણે ભાઈને અભિનંદન આપતાં એક ગીત પણ એટેચ કર્યું હતું. આ ગીતમાં બિહારના રાજકારણમાં લાલુ યાદવ અપરિહાર્ય હોવાનું જણાવાયું છે. ગીતના શબ્દો છે 'એ ભાઈ લાલુ બિના ચાલુ ઈ બિહાર ના હોઈ.' આ ગીતમાં નીતિશ કુમાર સરકારની ખામીઓ ગણાવાઈ છે. આમ રોહિણી આચાર્યએ તેજસ્વી યાદવને અભિનંદન આપવાની સાથે નીતિશ કુમારને ટોણો પણ માર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.