ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનની છત ઉપરથી યુવકે મોતની છલાંગ લગાવતા ચકચાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/chakchar-youth-jumping-to-his-death-from-the-roof-of-dhrangadhra-police-station/" left="-10"]

ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનની છત ઉપરથી યુવકે મોતની છલાંગ લગાવતા ચકચાર


- ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયો- સગીરાનું અપહરણ કર્યું હોવાની અરજીના આધારે પોલીસ સજ્જનપુરના યુવાનને લઇને આવી હતીધ્રાંગધ્રા : ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની છત ઉપરથી એક યુવકે મોતની છલાંગ લગાવતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થવાની સાથે આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.આ ચકચારી બનાવની જાણવા મળતી વધુ વિગત એવી છે કે ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે રહેતો રણજીત બળદેવભાઈ માલવીયા (ઉ.વ.આ-૩૦ વાળો) ઠાકોર યુવાન બે ત્રણ દિવસ પહેલા ૧૬ વર્ષની સગીરાને ભગાડી ગયો હોવાની એક પરિવારે તાલુકા પોલીસ સ્ટેશન એ અરજી આપી હતી. આ અરજીના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસે યુવક અને સગીરાને ઝડપી લઈ તાલુકા પોલીસ મથકે લઈ આવી હતી. સગીરાના પરિવારને જાણ કરતા તેના પરિવારજનો પણ આવી ગયા હતા અને સમાધાનની વાતચીત ચાલતી હતી એવી ચર્ચા થઈ રહી છે. દરમિયાનમાં રણજીત નામનો યુવક કોઇક રીતે પોલીસ સ્ટેશનની છત ઉપર પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે પડતું મુક્યું હતું. બનાવથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ રણજીતને પ્રથમ ધાંગધ્રા અને બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયો હતો. યુવકને છત ઉપર લઈ જવાયો હતો કે જાતે ગયો હતો? પોલીસ તંત્રની આ બેદરકારી અંગે તપાસ થાય તેવી માંગણી ઉઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]