પાટડીના રણ વિસ્તારની 19 ગાયોમાં લમ્પી વાઇરસના લક્ષણ જોવા મળ્યા

પાટડીના રણ વિસ્તારની 19 ગાયોમાં લમ્પી વાઇરસના લક્ષણ જોવા મળ્યા


- પંથકમાં 5300 પશુઓનું રસીકરણ કરાયું- અંતરિયાળ વિસ્તારો સુધી લમ્પી સંક્રમણ ફેલાવાને કારણે પશુપાલકોમાં ભયની લાગણી વ્યાપીપાટડી : પાટડી તાલુકામાં પણ ગાયોમાં લમ્પી વાયરસ દેખાતા રસીકરણ અભિયાન સઘન બનાવવામાં આવેલી છે. ૧૯ ગાયોમાં વાઇરસના લક્ષણ જોવા મળ્યા છે.  રણમાં રખડતી ગાયોમાં લમ્પીના લક્ષણો દેખાતા ચિંતાની લાગણી ફેલાઇ  છે. વિવિધ ગામોમાં ૫૩૦૦ પશુઓનું રસીકરણ કરવામાં આવેલ હોવાનું પણ જાણવા મળેલ છે.આ અંગે બજાણા પશુ દવાખાના પશુ ચિકિતસ્ક સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટડી તાલુકામાં લમ્પી વાયરસ વધુ ન ફેલાય તે માટે સેડલા કમાલપુર ઉપરીયાળા છાબલી સિદ્ધસર પીપળી ઝિંઝુવાડા ફતેપુર સહિતના ગામોમાં ૫૩૯૦જેટલા પશુઓનું રસીકરણ કરયું છે. રસીના પાંચ હજાર ડોઝ આવી ગયેલ છે અન્ય ગામોમાં પણ રસીકરણ શરૂ કરવામાં આવશે.  તેમણે વધુમાં જણાવેલ છે કે પાટડી તાલુકામાં ૧૯ જેટલા ગામોમાં લમ્પી વાયરસ પોઝિટિવ જોવા મળેલ છે આ તમામ ગાયોની સારવાર ચાલું છે ઉલ્લેખનીય છે કે બજાણા અને ઝીંઝુવાડાના રણમાં રખડતા ગાય વાછરડામાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતા ની લાગણી ફેલાવવા પામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »