સ્વચ્છતાનો સંકલ્પ જન-જન સુધી ગુંજતો કરી જાગૃતતાસાથે પરિણામલક્ષી કામ કરવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી - At This Time

સ્વચ્છતાનો સંકલ્પ જન-જન સુધી ગુંજતો કરી જાગૃતતાસાથે પરિણામલક્ષી કામ કરવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી


સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના અમલીકરણ અંગે જિલ્લા સુખાકારી સમિતિના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન શાહની અધ્યક્ષતામાં જુદા જુદા વિભાગના નવ સભ્યોની બેઠક તેમની ચેમ્બરમાં બપોરે ૧૨:૦૦ કલાકે યોજાઇ હતી.

    આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાહે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગાની જેમ સ્વચ્છ ભારત મિશનનો સંદેશ પણ ગામે ગામ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ અને લોકોને જાગૃત કરીને સ્વચ્છતાનો સંકલ્પ સ્વયંમ જ ગુંજતો  થાય, સ્વચ્છતા ન રાખવાથી ગંદકી અને બીજા રોગો અને સમસ્યા સર્જાય છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે તેમ શહેર ગ્રામ્ય વિસ્તારમાં કચરો ભેગો કરી ઘન પ્રવાહી કચરાની અલગ તારવી તેનો યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપનની વ્યવસ્થા સૌ સાથે મળી સહિયારા પ્રયાસથી પરિણામ લક્ષી પેગામ સુધી પહોંચીને સરકારી ગ્રાન્ટની રકમ આપીને સફાઈ કામદારોને પ્રોત્સાહિત  કરીને સ્વચ્છતા રાખવા પ્રયાસ કરીએ.

      સ્વચ્છતા ઝુંબેશ ગામ તાલુકામાં શરૂ કરો, હું જાતે પણ સફાઈ કરીને આ અભિયાનમાં જોડાઈશ. ગામના યુવાનો વડીલો પોતાના ગામની સ્વચ્છ રાખવા માટે પહેલ કરી તેમાં એન.એસ.એસ. શાળા કોલેજના બાળકો પણ સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈ અને પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરે એકઠો કરી પછી તેનો યોગ્ય વ્યવસ્થાપન કરવાનું કામ નગરપાલિકા પંચાયત કે તંત્ર દ્વારા કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રમાં શૌચાલય વ્યક્તિગત સામુહિક સફાઈ ઘર તેમજ શાળામાં કોલેજમાં રખાય સાથે સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિ માટે પણ પ્રયાસ કરી અને 

રખાય સાથે સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિ માટે પણ પ્રયાસ કરી અને ગામના પ્રવેશ દ્વારમાં ઉકરડા અને ગંદા પાણીનો નિકાલ તથા બાંધકામ કરતા લોકો ગમે ત્યાં કચરો નાખીને જતા રહે તેમને દંડાત્મક કાર્યવાહી કરવી ૧૫માં નાણાપંચમાં જે કાંઈ સ્વચ્છતા માટે ગ્રાન્ટ આપી છે, તેનો સદ ઉપયોગ કરીએ.

      ગ્રે વોટર મેનેજમેન્ટ માટે વેડંચા મોડલ મુજબ કામગીરી કરવા અંગે હિંમતનગરના સાકરોડિયા, ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા, વડાલી તાલુકાના હિંમતપુર, ઈડરના નેત્રામલી, પ્રાંતિજના તખતગઢ, તલોદના અણીયોડ છ ગામોની દરખાસ્ત આવેલી છે. આ કામગીરી માટે રૂપિયા ૩૪,૦૪૪00 એસ્ટીમેન્ટ પ્લાન્ટ રજૂ કરાયેલ છે. જે અંગે બેઠકમાં ચર્ચા કરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.  

     આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જીલ્લા આરોગ્ય અધિકારી શ્રીચારણ,  નાયબ માહિતી નિયામકશ્રી મછાર અન્ય સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહી રચનાત્મક સૂચનો કર્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.