એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ૨૪૦ વિદ્યાર્થી ઓની આરોગ્ય તપાસ કરાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rwybbhzbdr7ffdsy/" left="-10"]

એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ૨૪૦ વિદ્યાર્થી ઓની આરોગ્ય તપાસ કરાય


ભાવનગર એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ઘોઘા વિસ્તારના અવાણીયા ગામની કન્યા તથા કુમાર શાળાના ૨૪૦  વિદ્યાર્થીઓ માટે તા.૩ ઓગષ્ટનાં રોજ આરોગ્ય તપાસ યોજાઈ . ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા  શિશુવિહાર ના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિર માં ડોકટર અરવિંદ ભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક-અપ  કરી દવા તેમજ  શ્રી રેખાબહેન ભટ્ટ એ  બાળકોના લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને શ્રી રમેશભાઈ પરમાર એ કૅરેટોમીટરથી  આંખ તપાસ બાદ ચશ્મા નું વિતરણ કરેલ હતું. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. આ પ્રસંગે એગ્રોસેલનાં પ્રતિનિધિ શ્રી રોબર્ટભાઈની વિશેષ ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવેલ.જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઘોઘા ભાલ વિસ્તારના ૮ ગામડા ઓની ૧૨ થી વધુ શાળા ઓમાં ૧૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ ના લક્ષાંક ને સાર્થક કરવા શિશુવિહાર ટીમ ના ચીફ કોર્ડીંનેટર શ્રી હીના બહેન ભટ્ટ તથા એગ્રોસેલ ના CSR  સંયોજક શ્રી વિશાલભાઈ  મિશ્રાના સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્ય ની કાળજી લઈ રહ્યા છે જે  નોંધનીય બને છે.     

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]