કેળવણીકાર વસંતભાઈ ગજેરાની શહેરમાં આરોગ્ય ભેટ શાંતાબા મેડિકલ કલેજ એન્ડ હાસ્પિટલ દ્વારા સરદાર ચોકમાં " અર્બન હેલ્થ સેન્ટર "નો શુભારંભ કરાયો - At This Time

કેળવણીકાર વસંતભાઈ ગજેરાની શહેરમાં આરોગ્ય ભેટ શાંતાબા મેડિકલ કલેજ એન્ડ હાસ્પિટલ દ્વારા સરદાર ચોકમાં ” અર્બન હેલ્થ સેન્ટર “નો શુભારંભ કરાયો


અમરેલી કેળવણીકાર વસંતભાઈ ગજેરાની શહેરમાં આરોગ્ય ભેટ શાંતાબા મેડિકલ કલેજ એન્ડ હાસ્પિટલ દ્વારા સરદાર ચોકમાં " અર્બન હેલ્થ સેન્ટર "નો શુભારંભ કરાયો સરદાર ચોક– અમરેલી ખાતે અમરેલીના લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડીયાએ ઉદ્ઘાટન કરીને શહેરની જનતા માટે અર્બન હેલ્થ સેન્ટર ખુલ્લુ મુકયું. વતનના રતન વસંતભાઈ ગજેરા ઘ્વારા ઉપલબ્ધ કરાયેલ આરોગ્ય સેવાનો લાભ અમરેલી જિલ્લા સહિત હવે અમરેલી નગરમાં પણ સરળતાથી મળશે– સાંસદ, નારણભાઈ કાછડીયા. સરદાર ચોક સહિતના વિસ્તારોના લોકોને સરળતાથી તથા ઝડપી આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તેવા આશયે અર્બન હેલ્થ સેન્ટરની સુવિધા આપી છે.–ચેરમેન, વસંતભાઈ ગજેરા.અમરેલીના વતનના રતન, કેળવણીકાર તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ચેરમેન વસંતભાઈ ગજેરા દ્વારા સરદાર ચોક–અમરેલી ખાતે અમરેલી શહેરની જનતાને ઝડપી તથા સરળતાથી આરોગ્યસેવા પ્રાપ્ત થાય તેવા આશયે અર્બન હેલ્થ સેન્ટર સુવિધાનો પ્રારંભ કરાયો છે. સરદાર ચોક–અમરેલી ખાતે શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા આરંભ કરાયેલ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદઘાટન અમરેલી લોકસભા વિસ્તારનાં લોકપ્રિય સાંસદ માન.નારણભાઈ કાછડીયા ધ્વારા રીબીન કાપીને અમરેલી શહેરની જનતા માટે ખુલ્લું મુકીને પ્રારંભ કરાવ્યો હતો. શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના યુવા ડાયરેકટર પિન્ટુભાઈ ધાનાણી તથા વિસ્તારના રહીશોની ઉપસ્થિતિમાં આયોજિત અર્બન હેલ્થ સેન્ટરના ઉદઘાટન સમારોહ પ્રસંગે સાંસદ માન.નારણભાઈ કાછડીયાએ અઘ્યક્ષ તથા ઉદ્ઘાટક પદેથી જણાવ્યું હતુ કે, ભારત તથા ગુજરાત સરકારશ્રી જનતાની આરોગ્ય સેવા માટે વિધવિધ યોજનાઓ અમલમાં લાવી રહી છે ત્યારે વતનના રતન વસંતભાઈ ગજેરા ઘ્વારા અર્બન હેલ્થ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેનો અમરેલી નગરના લોકોને ચોકકસ ફાયદો થશે, આ તકે ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના છેવાડાના જરૂરિયાતમંદ પરિવારોની સાથે– સાથે અમરેલી નગરનાં લોકો પણ અમારા દ્વારા ઉપલબ્ધ કરાયેલ નિઃશુલ્ક આરોગ્યસેવાનો લાભ પ્રાપ્ત થાય તેવા શુભ–આશયે અમારા દ્વારા અર્બન હેલ્થ સેન્ટરનો પ્રારંભ કરાવેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon