મેંદરડા મામલતદાર કચેરીના મામલતદાર તરીકે ફરજ બજાવતા આર એન કરમટા વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતા મેંદરડા ભાજપ પરિવાર સહિત આગેવાનોએ કરમટા સાહેબ ને સન્માનિત કરી વિદાય આપેલ - At This Time

મેંદરડા મામલતદાર કચેરીના મામલતદાર તરીકે ફરજ બજાવતા આર એન કરમટા વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતા મેંદરડા ભાજપ પરિવાર સહિત આગેવાનોએ કરમટા સાહેબ ને સન્માનિત કરી વિદાય આપેલ


મેંદરડા ના મામલતદાર વહી મર્યાદા ના લીધે નિવૃત્ત થતા સન્માનિત કરી વિદાય આપવામાં આવે મેંદરડા તાલુકા ભાજપ પરિવાર તેમજ ધારાસભ્ય માણાવદર વંથલી મેંદરડાના પ્રતિનિધિ,પત્રકાર મિત્રો, ગ્રામજનો આગેવાનો સહિતના હાજર રહેલ મેંદરડાના આલીધ્રા રોડ પર આવેલ મામલતદાર કચેરીના અધિકારી મામલતદાર તરીકે ફરજ બજાવતા આર એન કરમટા વયમર્યાદા નાલીધે નિવૃત્ત થતાં મેંદરડા ભાજપ પરિવાર અને અને પ્રમુખ વિજયભાઈ,રજનિશભાઈ સોલંકી, માણાવદર વંથલી મેંદરડા ધારાસભ્ય ના પ્રતિનિધિ કિરણભાઈ ડાંગર,અરવિંદભાઈ હુંબલ, પત્રકાર કમલેશભાઈ મહેતા, જુનાગઢ જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ જોલીતભાઈ બુસા,ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સામાજિક આગેવાન મહેશ ગીરીબાપુ અપારનાથી, મામલતદાર કચેરી નો તમામ સ્ટાફગણ,સહિતના લોકોની ઉપસ્થિતિમાં મામલતદાર આર એન કરમટા ને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલા હતા. આતકે નિવૃત થયેલા આર એન કરમટા જણાવેલ હતું કે મામલતદારને લગતી તમામ કામગીરી જેવી કે વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય,તેમજ દરેક પ્રકારના દાખલાઓ સરકારશ્રીદ્વારા ત્વરીત કરવાની તમામ કામગીરી તેમજ કલેકટર દ્વારા તાત્કાલિક કરવાની થતી કામગીરી તાલુકાના ખેડૂતોના તમામ પ્રકારના કામો જેમાં રોડ રસ્તા પાણી નિકાલ વિગેરે કામોમાં કોઈપણ પ્રકારની ફરીયાદ વગર વિનાચુકે કામગીરી કરવામાં આવી હતી, આજદિન સુધી સ્પષ્ટ કાર્યશેલી કરવા બદલ ઉપસ્થિત લોકો દ્વારા કામગીરીને બીરદાવેલ હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
📱📱૯૯૨૪૩-૯૦૩૦૫


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.