પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરીને વેચાણ કરવાથી આવક બમણી થઈ છેઃ ગીર સોમનાથ સખી મેળામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો સ્ટોલ ધરાવતા મહેન્દ્રભાઈ અજુડીયા - At This Time

પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરીને વેચાણ કરવાથી આવક બમણી થઈ છેઃ ગીર સોમનાથ સખી મેળામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો સ્ટોલ ધરાવતા મહેન્દ્રભાઈ અજુડીયા


પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરીને વેચાણ કરવાથી આવક બમણી થઈ છેઃ ગીર સોમનાથ સખી મેળામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો સ્ટોલ ધરાવતા મહેન્દ્રભાઈ અજુડીયા
---------------------
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ ન કરતાં સજીવ ખેતી તરફ વળવું જોઈએ જેથી જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે: મહેન્દ્રભાઈ અજુડીયા
------------------
ગીર સોમનાથ તા.૨૫: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ચોપાટી ખાતે વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’’ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે સખી મેળો કાર્યરત છે. સખી મેળામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે આત્મા અંતર્ગત પ્રાકૃતિક ખેડૂતોના ઉત્પાદન વેચાણ કરવા માટે સ્ટોલ ઉભો કરવામા આવ્યો છે જેથી પ્રાકૃતિક ખેડુતોના પોતાના ઉત્પાદન વેચાણ કરી શકે.

સોમનાથ ચોપાટી ખાતે યોજાયેલ સખી મેળામા ‘આત્મા’ અંતર્ગત સ્ટોલ ધરાવતા મહેન્દ્રભાઈ અજુડીયા જણાવે છે કે, પહેલા હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે ખર્ચ વધારે થતો હતો પછી હુ સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી રાસાયણિક ખાતર અને જંતુનાશક મુક્ત ઉત્પાદનથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. જે અંતર્ગત મેં આત્મા પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. મે ૮ વિઘામા સજીવ ખેતી કરી અને ઓછા ખર્ચમા વધુ સારી આવક મેળવી છે. આ ખેતી કરવા માટે રાસાયણિક ખાતરોની જગ્યાએ જીવામૃત, ગાયનું છાણ, પંચગવ્ય મારફતે ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને ખર્ચ પણ ઓછો થાય છે.

મહેન્દ્રભાઈ અજુડીયા વધુમા જણાવતા કહે છે કે, એક વિઘામા અંદાજીત ૨૫ હજાર જેટલી કમાણી થાય છે. ખેતરમાં હું મરી, ચણા, મગ, રાઈ, મેથી, શેરડી, કેરી, ઘઉ, કોઠીબાની કાછળી, હળદર સહિત અલગ અલગ કઠોળનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યો છું. પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન પણ મળી રહે છે અને સખી મેળામા વેચાણ માટે નિઃશુલ્ક સ્ટોલ આપવામા આવ્યો છે. સજીવ ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઇ રહે અને સાથે ઓછા ખર્ચ સાથે આવક પણ બમણી થાય છે એવો પોતાનો અનુભવ વ્યક્ત કરતાં તેમણે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.