ઇડર પોલીસ ધ્વારા ચાંડપ ગામની શાળામા વ્યસન મુક્તિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/okt5dqtblg50ohya/" left="-10"]

ઇડર પોલીસ ધ્વારા ચાંડપ ગામની શાળામા વ્યસન મુક્તિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું


ઇડર પોલીસ ધ્વારા ચાંડપ ગામની શાળામા વ્યસન મુક્તિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું

આજ રોજ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદ કરવામા આવેલ ચાંડપ ગામે ઇડર પો.ઇન્સ. ઓ.કે.જાડેજા તેમજ ઇડર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ચાંડપ ગામે વ્યસન મુક્તિ સેમિનારનુ આયોજન કરવામા આવેલ. જેમા શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગામ આગેવાનો હાજર રહેલ જેઓને વ્યસનથી થતા ગેરલાભો તેમજ વ્યસનમુક્તિ થી થતા ફાયદાઓ અંગે જરુરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ તેમજ જ્યારે પણ પોલીસ મદદની જરુરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઇડર પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કંટ્રોલ ૧૦૦ નંબર અગર મહિલા હેલ્પલાઇન ૧૮૧ ઉપર સંપર્ક કરવા માહિતી આપવામા આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]