રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ ઝુંબેશ. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ ઝુંબેશ.


રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નાનામૌવા રોડ, સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સ, શોપનં.૬ શાસ્ત્રીનગર (અજમેરા) ગેઇટ સામે આવેલ અનલિમિટેડ ભજીયા ડિશનું વેચાણ કરતી પેઢી માહીન મયુર ભજીયામાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન સ્થળ પર ભજીયા બનાવવામાં વપરાતા બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ શાકભાજી, બટેટા ધોયા તથા સાફ કર્યા વગર ઉપયોગમાં લેવાતાનું માલૂમ પડેલ તેમજ જાળી વગર ખુલ્લા રાખેલ ખાદ્ય પદાર્થો સ્થળ પર જોવા મળેલ જે અંગે સ્થળ પર ખુલ્લા વાસી સમોસા ૫ kg જથ્થાનો નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ તથા હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી મીઠી ચટણીનો નમૂનો લેવામાં આવેલ. તેમજ મહાત્માગાંધી સ્કૂલ પાસે, હરિદ્વાર હાઇટ્સ સામે, નાનામૌવા રોડ, પર આવેલ ઢોસા ડોટ ઇન (પ્રમુખરાજ ફૂડ) પેઢીમાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન સ્થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી સાંભારનો નમૂનો લેવામાં આવેલ.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.