રાજકોટમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત ૩ આવાસ યોજનાઓને IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8dtdxqm7g2ohiwwo/" left="-10"]

રાજકોટમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત ૩ આવાસ યોજનાઓને IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યું.


રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ (૧) વોર્ડનં.૧માં ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ, દ્વારિકા હાઈટ્સની બાજુમાં (૨) વોર્ડનં.૧૦માં ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, વિમલનગર મેઈન રોડ અને (૩) વોર્ડનં.૧૦માં શહિર ભગતસિંહ ટાઉનશીપ, રાણીટાવરની પાછળ, આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યું, તેમ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેનશ્રી વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી કેતનભાઈ પટેલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરીને ઘરના અંદરનું તાપમાન કોઈપણ સિઝનમાં ૨૫ થી ૩૧ ડીગ્રી વચ્ચે રહે તે મુજબ સ્થાનિકે કામગીરી કરાવવામાં આવેલ છે. વોલ (પોલાણવાળી દિવાલ), ઓપનેબલ બારી-દરવાજાની વ્યવસ્થા, વેન્ટીલેશન શાફ્ટ વિગેરે સામેલ છે. તેમજ ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સિપલ્સને ધ્યાને રાખીને ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિગેરેની સુવિધા આપવામાં આવેલ છે તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રીન બિલ્ડીગ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખીને બાંધકામ, કુદરતી હવા-ઉજાસ મળી રહે તે પ્રકારનું બાંધકામ, ઘરમાં ઠંડક જળવાય તે પ્રકારના બારી-દરવાજાની વ્યવસ્થા, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કે.વી.ટી વોલ (પોલાણવાળી દિવાલ)ની સુવિધા, ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને AAC બ્લોકસનો ઉપયોગ, લાભાર્થીઓને LED બલ્બ, ઉર્જા કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન, ખોદાણમાં નીકળેલ માટીનો પુનઃઉપયોગ, કન્સ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા-જુદા પ્રકારમાં પુનઃઉપયોગ દરેક બિલ્ડીંગની દિવાલોને ઓછો સુર્યપ્રકાશ મળે અને ગરમ ન થાય તે મુજબનું પ્લાનિંગ.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]