સરકારી ઈજનેરી કોલેજ,મોડાસા ખાતે ઇન્ડિયા- યુએસએ એજ્યુકેશન એન્ડ એક્સચેન્જ પ્રોગ્રામ વિષય ઉપર સેમિનાર યોજાયો.
સરકારી ઈજનેરી કોલેજ,મોડાસા ખાતે એલ્યુમની એસોશિએશન અને કમ્પ્યુટર એન્જિનિયરીંગ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા "ઇન્ડિયા- યુએસએ એજ્યુકેશન એન્ડ એક્સચેન્જ પ્રોગ્રામ" વિષય ઉપર તા.૧૮.૦૭.૨૦૨૨,સોમવારના રોજ સેમિનાર યોજવામાં આવ્યો.આ સેમીનારમાં ૧૦૦થી વધુ અધ્યાપકો અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સેમિનારમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય શૈક્ષણીક સંસ્થાઓમાં જવા માટે કેવી સ્કીલ જોઈએ ,શું નિયમો છે,તેમજ ફેલોશિપ અને એમ્બેસેડર પ્રોગ્રામ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ સેમિનારના વકતા કોલેજના ભુતપૂર્વ વિધાર્થી ડૉ.ઉર્વીશ મહેતા હતા,જેઓ હાલમાં એમ્બેસી ન્યુ દિલ્હી, યુએસએના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વિભાગના વડા પ્રો.એમ.બી.ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આ સેમીનારનું મહત્વ અને ઉદેશ વિશે માહિતગાર કર્યા હતા.
કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. બી. જે.શાહ દ્વારા સેમીનાર અને કોલેજના વિકાસ સંદર્ભે પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું.
આ સેમીનારનું સુચારુ આયોજન એલ્યુમની એસોશિએશનના કોર્ડીનેટર ડૉ.હિરેન પ્રજાપતિ અને પ્રો.અનિલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.