સાબરકાંઠા SOG પોલીસે પ્રતાપગઢ સાબલી પાસે એક મકાનેથી તમંચો તથા કારતૂસ સાથે એક ઇસમની ધરપકડ કરી - At This Time

સાબરકાંઠા SOG પોલીસે પ્રતાપગઢ સાબલી પાસે એક મકાનેથી તમંચો તથા કારતૂસ સાથે એક ઇસમની ધરપકડ કરી


સાબરકાંઠા SOG પોલીસે પ્રતાપગઢ સાબલી પાસે એક મકાનેથી તમંચો તથા કારતૂસ સાથે એક ઇસમની ધરપકડ કરી

દેશી બનાવટનો બારાબોર તમંચો તથા કારતુસ નંગ-૦૪ સાથે એક આરોપીને પકડી પાડતી
સાબરકાંઠા એસ.ઓ.જી.

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી, અભય ચુડાસમા, ગાંધીનગર એ એ.ટી.એસ.
ચાર્ટર લગત કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ છે જે અન્વયે સાબરકાંઠા
જીલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા એ આપેલ સુચના અન્વયે SOG પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. જી.એસ.સ્વામી તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો એ.ટી.એસ. ચાર્ટર લગત
કામગીરી અન્વયે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બોલુન્દ્રા
(રૂવચ) ગામના બસ સ્ટેશન ખાતે આવતાં પો.કોન્સ. ગોવર્ધનભાઇ નારાયણભાઇ ને બાતમી મળેલ કે, પ્રતાપગઢ સાબલી ગામે મહાકાલી માતાજીના મંદિર જતા રોડે પુર્વ બાજુએ
ડુંગરની નજીક કાળાભાઇ લાખાભાઈ ભરવાડ નું પુર્વ દિશાનું સિમેન્ટના પતરાવાળુ મકાન આવેલ છે. જે
મકાનમાં ગેરકાયદેસર નાની પિસ્ટલ રાખેલ છે. તે બાતમી અન્વયે SOG એ બાતમીવાળી જગ્યાએ જઇ
રેઇડ કરતાં આરોપી કાળાભાઇ લાખાભાઇ ભરવાડ ઉ.વ-૪૦ રહે. પ્રતાપગઢ સાબલી પો. ચિત્રોડા તા. ઇડર જી.
સાબરકાંઠાવાળાના રહેણાંક મકાનમાંથી ગેર કાયદેસર દેશી બનાવટનો તમંચો કિ.રૂ. ૧૦,૦૦૦ તથા કારતુસ
નંગ-૦૪ કિ.રૂ. ૪૦૦ મળી કુલ રૂપિયા ૧૦,૪૦૦ નો મુદ્દામાલ મળી આવતાં તે ઇસમ વિરૂધ્ધ જાદર
પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી સાબરકાંઠા એસ.ઓ.જી. ને ગેરકાયદેસર હથિયાર પકડી પાડવામાં સફળતા મળી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.