સરદારધામ મિશન-૨૦૨૬ અંતર્ગત સર્વ સમાજ સમરસ સમિતિની બેઠક યોજાય. - At This Time

સરદારધામ મિશન-૨૦૨૬ અંતર્ગત સર્વ સમાજ સમરસ સમિતિની બેઠક યોજાય.


સરદારધામના નેજા હેઠળ તા.16-7-2022, શનિવારના રોજ સર્વ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સર્વ સમાજ સમરસ સમિતિની બેઠક સરદારધામના પ્રમુખ સેવકશ્રી ગગજી સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ. તેમાં વિવિધ 20 જેટલા સમાજના પ્રમુખ / મંત્રી / હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સરદારધામ દ્વારા સર્વ સમાજ સમરસ સમિતિની રચના દરેક સમાજનો સર્વાગી વિકાસ થાય અને સરદારધામ દ્વારા જે યુવા શક્તિને કેન્દ્રમાં રાખીને ચોક્કસ લક્ષબિંદુઓ સાથે પરિણામલક્ષી કામ કરે છે સરદારધામ ભવનની જુદી જુદી પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કર્યા બાદ મોટાભાગના તમામ સમાજોએ ઉદાહરણીય કામગીરીની નોંધ લીધી છે. સરદારધામના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગનને ધ્યાનમાં લેતા યુવા શક્તિના સર્વાગી વિકાસ માટે વિવિધ સમાજોને પણ સૌને સાથે રાખીને તેમના જ્ઞાતિબંધુઓનો વિકાસ થાય તે માટે જુદી જુદી સામાજિક, શૈક્ષણિક તેમજ ઉત્થાનની કામગીરી કરે છે. પરંતુ સરદારધામ દ્વારા જે સંસ્થાકીય સ્વરૂપ આપીને પરિણામલક્ષી કામગીરી કરે છે તેમજ અન્ય સમાજો પણ જુદા જુદા સ્વરૂપે પ્રવૃત્તિ હાથ ધરે છે તેનું એકબીજા સમાજ વચ્ચે Best Practises – શ્રેષ્ઠ કાર્યપધ્ધતિનું આદાન પ્રદાન થાય અને 21મી સદીના નવા પડકારોને અને ખાસ કરીને યુવાનોને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિઓ હાથ ધરવાના ઉદ્દેશ સાથે સરદારધામ દ્વારા તા.31-10-2018ના રોજ યોજાયેલ ટ્રસ્ટીમંડળની બેઠકમાં સામાજીક સમરસતાની રચના કરવામાં આવેલ. આ સર્વ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સમિતિ દર 3 માસે નિયમિત રીતે મળે છે.
તા.16-7-2022ના રોજ યોજાયેલ મિટિંગમાં ગુજરાતના યુવાનો કેન્દ્ર સરકારની સિવિલ સર્વિસ - IAS / IPS માં જોડાય. આ યુવાનોને યોગ્ય સ્પર્ધાત્મક વાતાવરણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ દિલ્હી ખાતે સિવિલ સર્વિસ કેન્દ્રને અનુરૂપ મકાન તેમજ જમીન ફાળવવા માટે ઉપસ્થિત સર્વ સમાજના હોદ્દેદારોએ સર્વાનુમતે ઠરાવ કરી કેન્દ્ર સરકારને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેજ રીતે રાજ્યમાં GPSC તેમજ અન્ય ભરતી સંસ્થાઓ દ્વારા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તે માટે સિવિલ સર્વિસ કેન્દ્રની સાથો સાથ તમામ સમાજોની સામાજિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે મોટી યુનિવર્સિટી કક્ષાનું નિર્માણ કરવા માટે 100 એકરની જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. સર્વ સમાજના યુવાનોને અદ્યતન લાઈબ્રેરીની સુવિધા મળે તે માટે 4 ઝોનમાં મકાનની ફાળવણી માટે શરૂઆતના તબક્કે ઔડા, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ પાસે લાઈબ્રેરીને અનુરૂપ જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું. કોઈપણ પ્રકારના સમાજોના પ્રણાલિકાગત વિચારધારામાં બદલાવ લાવવા માટે તેમજ સામાજિક સમરસતાના ભાગરૂપે મોટીવેશનલ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. સાથો સાથ તમામ સમાજનું પ્રતિનિધિત્વ મળે તેના ભાગરૂપે કોર કમિટીની રચના કરવામાં વડીલો / યુવાનો / મહિલાઓનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ સર્વ સમાજના પ્રમુખશ્રીઓની ઋષિકેશ ખાતે ચિંતન શિબિર કરવાનું નક્કી કરવામાં આવ્યું.
આ મિટિંગમાં તમામ સમાજના પ્રતિનિધિઓએ સરદારધામની કામગીરી નમૂનારૂપ છે અને સરદારધામ દ્વારા સર્વ સમાજના ઉત્થાન માટેની પહેલ કરવા બદલ સંયુક્તપણે કામગીરી કરવાનું કે આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી તેમજ સૌ હોદ્દેદારશ્રીઓએ સર્વ સમાજના ઉત્થાન માટે રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા.
આ મિટિંગમાં સર્વ સમાજની સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને ઉપયોગી સૂચનો કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.