ગાંધીનગર મહાનગરપાલિકા અને બાયોફિક્સ પ્રા.લિ.ના સંયુક્ત ઉપક્રમે 'ફીટ્સઓનસ્ટ્રીટ' મેગા ઇવેન્‍ટ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yutxj58jvvyqkd3o/" left="-10"]

ગાંધીનગર મહાનગરપાલિકા અને બાયોફિક્સ પ્રા.લિ.ના સંયુક્ત ઉપક્રમે ‘ફીટ્સઓનસ્ટ્રીટ’ મેગા ઇવેન્‍ટ યોજાશે


ગાંધીનગર મહાનગરપાલિકા અને બાયોફિક્સ પ્રા.લિ.ના સંયુક્ત ઉપક્રમે મેગા ઇવેન્‍ટ “ફીટ્સઓનસ્ટ્રીટ”નું આયોજન તારીખ 17 જુલાઇ, 2022ના રોજ રવિવારે સવારે ૦૮:૩૦ કલાકે પંચદેવ મંદિર, સેક્ટર-૨૨, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સામાજિક જાગૃતિ કાર્યક્રમ, બિઝનેસ મીટ, શેરીનાટક, સ્વચ્છતાને લગતી આકર્ષક રમતો સહિત મનોરંજક પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા ફેલાવવા તેમજ કચરાના યોગ્ય નિકાલની માહિતી આપવા માટે જ્ઞાન સાથે ગમ્મત સમાન પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ ઉપરાંત કચરાના વ્યવસ્થાન અંગેની જાગૃતિ લાવી શકે તેવા નાટકો રજૂ કરવામાં આવશે. પર્યાવરણની જાગૃતી માટે વિવિધ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વધુમાં વધુ નગરજનોને આ ઇવેન્ટમાં સહભાગી થવા માટે આમંત્રણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]