રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ ઝેર પીધું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3gqyfgs91feeth6d/" left="-10"]

રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ ઝેર પીધું


રાજકોટમાં મહામારી બાદ સર્જાયેલી મહામંદીને કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં એલ્યુમિનિયમ સેક્શનના વેપારીએ આર્થિક ભીંસથી કંટાળી દુકાનમાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર આવેલા ક્રિષ્ના બંગલોમાં રહેતા અતુલભાઇ નારાયણભાઈ ટાંક નામનો 40 વર્ષનો યુવાન રૈયા ચોકડી પાસે શિલ્પ કોમ્પ્લેક્સમાં આવેલી પિતૃકૃપા એલ્યુમિનિયમ સેક્શન નામની પોતાની દુકાને હતો ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર અતુલભાઇ ટાંક દર્શિતભાઈ ધોકિયા સાથે પાર્ટનરમાં એલ્યુમિનિયમ સેક્શન નામે પાર્ટનરમાં દુકાન ધરાવે છે અતુલભાઇ ટાંકે આર્થિક ભીંસના કારણે ઝેરી દવા પી લીધા બાદ ફઈના દીકરા ભાવિનભાઈ સવનીયાને જાણ કરી હોવાનું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]