ઇડર ના જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તથા કોમ્પ્યુટર ઓપરેટર ને 12 હજારની લાંચ લેતા હિંમતનગર ACB એ ઝડપ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jxpacilnpoa6izum/" left="-10"]

ઇડર ના જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તથા કોમ્પ્યુટર ઓપરેટર ને 12 હજારની લાંચ લેતા હિંમતનગર ACB એ ઝડપ્યા


ઇડર ના જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તથા કોમ્પ્યુટર ઓપરેટર ને 12 હજારની લાંચ લેતા હિંમતનગર ACB એ ઝડપ્યા

એક જાગૃત નાગરિકે પોતાના ગામમાં તેમના પિતાના નામે લીધેલા પ્લોટ પર મકાનનુ બાંધકામ કરવાનુ હતુ તે માટે જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતમાં બાંધકામ માટે રજાચિઠ્ઠી લેવા માટે અરજી કરી હતી અને આ રજાચિઠ્ઠી લેવા માટે જાગૃત નાગરિક ધ્વારા જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉમિૅલાબેન મહેન્દ્રભાઇ પરમાર નો સંપર્ક કરતા મહિલા સરપંચે બાંધકામ રજાચિઠ્ઠી આપવા માટે રૂ. ૧૨,૦૦૦ ની લાંચની માંગણી કરતા જાગૃત નાગરિકે સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે ફરિયાદ આપતા હિંમતનગર એ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.ચૌધરી એ આજરોજ બે સરકારી પંચો રૂબરૂ જવાનપૂરા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચની ચેમ્બરમાં છટકુ ગોઠવેલ જે લાંચના છટકા દરમ્યાન મહિલા સરપંચ ઉમિૅલાબેન પરમારે ફરિયાદી જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી મહિલા સરપંચે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પટેલ રાકેશભાઇ ચંદુભાઇ ને લાંચની રકમ લેવા જણાવતા કોમ્પ્યુટર ઓપરેટર પટેલ રાકેશભાઇ એ પંચની હાજરીમાં મહિલા સરપંચ ઉમિૅલાબેન પરમાર વતી લાંચ માંગી સ્વીકારતા એ.સી.બી. એ લાંચ લેતા ઝડપી પાડી મહિલા સરપંચ તથા કોમ્પ્યુટર ઓપરેટર ને ડીટેઇન કરી આગળની કાયૅવાહી હાથ ધરી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]