વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ ધનસુરા ખાતે  ઉત્સાહભેર સ્વાગત કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ebuzwhpaepvl0xcy/" left="-10"]

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ ધનસુરા ખાતે  ઉત્સાહભેર સ્વાગત કરાયું


વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના ધનસુરા  પોહચ્યાં હતાં.ગ્રામપંચાત સરપંચ હેમલતાબેન પટેલ. જિલ્લા પંચયતના બાંધકામ સમિતિ ના ચેરમેન હિરેનભાઈ પટેલ. ડે. સરપંચ કાર્તિક પટેલ. તાલુકા પંચાતના રૂપલબેન બ્રહ્મભટ્ટ.દિનેશભાઈ સોનેરી.વિજયભાઈ પટેલ તાલુકા પંચાતના ના હોદેદારો . પ્રાંત અધિકારી. મંત્રી નરેન્દ્ર પટેલ. અવધેશ પટેલ.પ્રીતિબેન ઠેકડી.અતુલ બ્રહ્મભટ્ટ.તાલુકા વિકાસ અધિકારી. પ્રાથમિક સાળl  ના વિદ્યાર્થીઓ. ગ્રામપંચાયત કર્મચારીઓ. ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત પ્રાથના થી કરવામો આવી હતી ગામમોથી મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો ની માહીતી લોકો સુધી પહોંચાડી હતી. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]