સાયલા માં લમ્પી વાયરસના તકેદારીના ભાગરૂપે મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટી દ્વારા બહારથી કોઇ પશુ નહીં લાવવાનો નિર્ણય લેવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8zthkc6dnrlbawxw/" left="-10"]

સાયલા માં લમ્પી વાયરસના તકેદારીના ભાગરૂપે મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટી દ્વારા બહારથી કોઇ પશુ નહીં લાવવાનો નિર્ણય લેવાયો


સાયલા તેમજ આજુબાજુના વિસ્તારમાં રોડ અકસ્માતમાં ઘાયલ થતા પશુઓને પણ મહાજન દ્વારા સારવાર માટે પાંજરાપોળ ટ્રસ્ટ ખાતે લાવવામાં આવી રહ્યા છે . સાયલા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા બહારથી પશુ લેવામાં આવે તો પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાનાના ડોક્ટર દ્વારા જણાવ્યા મુજબ તે પશુઓને બે અઠવાડિયા સુધી પાંજરાપોળથી દૂર દેખરેખમાં રાખવામાં અને અન્ય પશુઓથી દૂર આઈસોલેશન કરવા માટે જણાવવામાં આવ્યું હતું . જ્યારે હાલ વરસાદી સીઝન હોય અને ટ્રસ્ટ પાસે પૂરતી જગ્યાનો અભાવ છે . જેથી ભૂલચૂકથી લમ્પી વાયરસ ધરાવતું પશુ મહાજન પાંજરાપોળની અંદર આવી જાય તો હાલમાં રહેલ ૧૮૦૦ જેટલા પશુઓને આ રોગની અસર થવાની શક્યતાના કારણે હાલ કોઈપણ પશુ બહારથી ન લેવાનો નિર્ણય સાયલા મહાજન પાંજરાપોળ ના ટ્રસ્ટી જીતુભાઈ શાહ દ્વારા લેવામાં આવ્યો

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]