અમરનાથ યાત્રા કરતા શ્રદ્વાળુઓ માટે ખુશખબર, હવે હેલિકોપ્ટરથી ગુફા સુધી પહોંચી શકશે, જાણો બુકિંગની કિંમત અને પેકેજ વિશે
છેલ્લા 2 વર્ષની પ્રતિક્ષા બાદ હવે અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે. 1 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલશે. હિન્દુ ધર્મમાં આસ્થા અને શ્રદ્વા ધરાવતા લોકો માટે આ એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે. અમરનાથીની ગુફા 3,880 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. અહીયા સીધી સડક ના હોવાી લોકોએ પહાડ ચડીને યાત્રા કરવાની હોય છે.
છેલ્લા 2 વર્ષની પ્રતિક્ષા બાદ હવે અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે. 1 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલશે. હિન્દુ ધર્મમાં આસ્થા અને શ્રદ્વા ધરાવતા લોકો માટે આ એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે. અમરનાથીની ગુફા 3,880 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. અહીયા સીધી સડક ના હોવાી લોકોએ પહાડ ચડીને યાત્રા કરવાની હોય છે. આ યાત્રાનું ચઢાણ ખાસ કરીને વૃદ્વો માટે વધુ પડકારજનક રહે છે ત્યારે જમ્મૂ-કાશ્મીર સરકારે વૃદ્વો માટે વિશેષ રીતે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે.
હેલિકોપ્ટર સેવા 3,500 મીટરની ઊંચાઇ પર છે
આવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે શ્રદ્વાળુઓને ગુફા સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર સેવા પ્રદાન કરાઇ રહી છે. આ સેવાની શરૂઆત માટે ગૃહ મંત્રાલયે જમ્મૂ કાશ્મીર સરકારને નિર્દેશ આપ્યો હતો. હેલિકોપ્ટર સેવા શ્રીનગરથી પંજતરણી સુધી 3,500 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. અહીંથી 6 કિલોમીટરનું ટ્રેકિંગ કરીને શ્રદ્વાળુઓ અમરનાથની ગુફા સુધી પહોંચી શકે છે.
બાલતાલ અને પહલગામથી પણ મળશે સેવા
પહલગામ અને બાલતાલથી પણ હેલિકોપ્ટર સેવા મળશે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર અંદાજે 15 કિલોમીટર છે અને અહીંથી તમને અન્ય સાધનો પણ મળશે. જ્યારે, પહલગામથી મંદિર સુધીનું અંતર 46 કિલોમીટર છે અને અહીંયાથી પણ ટ્રેક, ખચ્ચર અને અન્ય વાહનોથી ગુફા સુધી પહોંચી સકાય છે.
ટિકિટ બુકિંગ અને કિંમત
ટિકિટની કિંમત 1445 રૂપિયાથી શરૂ થાય છે અને 4710 રૂપિયા સુધી કિંમત છે. બાલતાલ-પંજતરણી-બાલતાલનું ભાડું 2890 રૂપિયા છે. ટિકિટ બુક કરવા માટે તમારે હેલિકોપ્ટર કંપનીની વેબસાઇટ પર જવું પડશે. પહલગામથી પંજતરણી અને ફરીથી પરત આવવાનું ભાડું કુલ 4710 રૂપિયા છે. જ્યારે માત્ર જવાનું કે આવવાનું ભાડું 2355 રૂપિયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.